1. Home
  2. ગુજરાતી
  3. આયુષ્માનની ફિલ્મ ‘બાલા’નું લવ ટ્રેક રિલિઝ,પ્યાર અને તકરારનું મજેદાર સોંગ પ્યાર તો થા…
આયુષ્માનની ફિલ્મ ‘બાલા’નું લવ ટ્રેક રિલિઝ,પ્યાર અને તકરારનું મજેદાર સોંગ પ્યાર તો થા…

આયુષ્માનની ફિલ્મ ‘બાલા’નું લવ ટ્રેક રિલિઝ,પ્યાર અને તકરારનું મજેદાર સોંગ પ્યાર તો થા…

0

આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘બાલા’ ખુબ ચર્ચામાં છે,ત્યારે આ ફિલ્મનું લવ ટ્રેક રિલિઝ થઈ ચૂક્યુ છે,આયુષ્માનની અપકમિંગ ફિલ્મ ‘બાલા’નો દર્શકો ઈતંઝાર કરી રહ્યા છે ત્યારે આ ફિલ્મનું એક સોંગ આજે રિલિઝ થયુ,સોંગના શબ્દો છે પ્યાર તો થા,,,,,જેને ઝુબિન નૌટિયાલ અને અસીમ કૌરે સુર આપ્યો છે  તો સચિન-જીગરે શબ્દો આપ્યો છે,આ સોંગમાં આયુષ્માન અને યામીની કેમેસ્ટ્રી જોવા મળે છે.આ સોંગમાં યામી અને આયુષ્માનના પ્રેમનો સફર જોઈ શકાય છે,તેઓ એક બીજાના પ્યારમાં કઈ રીતે પડે છે તે ફિલ્માવામાં આવ્યું છે, ત્યાર પછી તેઓ લગ્ન કરે છે અને પછી જુદા પડી જાય છે,આ સોંગમાં ખુશીની પળો સાથે લાગણીશીલ પળો પણ જોવા મળે છે.

આ ફિલ્મના એક ઈન્ટર્વ્યુમાં આયુષ્માન ખુરાના  જણાવ્યું હતું કે ,તેઓ આ ફિલ્મ માટે ખરેખરમાં માથાના વાળ કાઢી ગંજા થવા માંગતા હતા પરંતુ તેઓ આમ કરી શક્યા નહી કારણ કે આ ફિલ્મમાં તેમણે ગંજાપણાના અલગ અલગ પડાવ બતાવાના હતા.તેમને તૈયાર થવા માટે રોજ 2 થી 3 કલાકનો સમય લાગતો હતો.

આયુષ્યમાનની ફિલ્મ ‘બાલા’ 7 નવેમ્બરના રોજ રિલિઝ થવાની છે,આ ફિલ્મને અમર કૌશિકે ડાયરેક્ટ કરી છે,આ ફિલ્મમાં આયુષ્યમાન પોતાના ગંજાપણાથી પરેશાન છે જેના કારણે દરેક જગ્યાએ તેને શરમાવું પડે છે,ફિલ્મની સ્ટોરી આખી ગંજાપણા પર દર્શાવામાં આવી છે ,આ ફિલ્મ પહેલા વિવાદોમાં પણ સપડાઈ હતી.આ ફિલ્મ પર કોપીરાઈટ વોઈલેશન એટલે કે કન્ટેન્ટ ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો.હવે આ ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં સફળ થશે કે કેમ, તે તો 7 નવેમ્બર પછી જ જાણી શકાશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.