REGIONALગુજરાતી

અરબી સમુદ્રમાં સર્જાયુ લો પ્રેશરઃ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

  • લો પ્રેશર વાવાઝોડામાં ફેરાવાય તેવી શકયતા
  • ગુજરાતને લો પ્રેશરની થશે અસર
  • આગાહીને પગલે ખેડૂતો ચિંતિત બન્યાં

અમદાવાદઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. જેથી આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ તરફનું લો પ્રેશર આગામી 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શકયતા છે અને 72 કલાકમાં સોમાલીયા તરફ આગળ વધશે. હવામાન વિભાગની વરસાદની આગાહિને પગલે ખેડૂતો ચિંતિત બન્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં બે લો પ્રેશર સર્જાયા છે જેના કારણે રાજ્યમાં 4 અને 5 ડિસેમ્બરનાં રોજ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યાતા હવામાન વિભાગે કરી છે. દક્ષિણ પૂર્વમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થવાથી રાજ્યનાં કેટલાર વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યા છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રનાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં બે લો-પ્રેશરને કારણે દિવસ દરમિયાન લોકોએ સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. લો-પ્રેશરને કારણે 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. સોમવારે તાપમાનમાં વધારે ઘટાડો થયો ન હતો છતાં અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ હતું. તાપમાન 30.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ અને ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં નલિયા 8.0 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી અને 34.0 ડિગ્રી સાથે વેરાવળ સૌથી ગરમ શહેર બન્યું હતું.

Related posts
HEALTHCARENATIONAL

ગુજરાતમાં કોરોનાનો તબીબો પર જ કહેર, કુલ 23 તબીબોના થયા મોત

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. ત્યારે કોરોના પીડિત દર્દીઓની સારવાર કરતા કોરોના વોરિયર્સ એવા તબીબો પણ કોરોનાની ઝપટે ચડ્યાં…
REGIONALગુજરાતી

ગુજરાત સરકાર એકશનમાં, હવે રોજના કોરોનાના સરેરાશ 50 હજાર ટેસ્ટ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમજ સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રોજના સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ…
REGIONALગુજરાતી

અમદાવાદમાં માસ્ક વગર પહેલા જ દિવસે 484 લોકોને રૂ. એક હજારનો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકારે માસ્ક નહીં પહેરવા બદલ દંડમાં વધારો કરીને રૂ. એક હજાર કર્યો છે અને તેનો અમલ મંગળવારથી…

Leave a Reply