in ,

મચ્છુ-2 અને 3 ડેમમાં નવા પાણીની આવક થતા દરવાજા ખોલાયાં : 20 ગામોને કરાયા એલર્ટ

  • બન્ને ડેમના 8 દરવાજા ખોલાયાં
  • મચ્છુ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ
  • ગ્રામજનોને નદીના પટમાં નહીં જવા સૂચના
FILE

રાજકોટઃ મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થતા જીલ્લાના ડેમો ઓગસ્ટ માસમાં જ ભરાઈ ગયા હતા. દરમિયાન ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે મોરબીના મચ્છુ 2 અને મચ્છુ ૩ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.

મોરબી જિલ્લામાં વરસેલા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. મચ્છુ 2 ડેમના ચાર દરવાજા બે ફૂટ અને મચ્છુ ૩ ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા હતા.  હાલમાં ડેમમાંથી 2817 કયુસેક પ્રવાહ છોડવામાં આવે છે જેથી ડેમની હેઠવાસમાં આવેલ 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબીના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવદરકા, ફતેપરા અને માળિયા (મી.) તેમજ હરીપર સહિતના ૨૦ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Tata Steel to close UK plant; 400 to lose jobs

જૂનાગઢમાં રત્ન કલાકારના બંધ મકાનમાંથી રૂ. 20 લાખની મતાની ચોરી