revoinews

સરદાર સરોવર ડેમમાં પાણીના સ્તરના વધવાને કારણે મધ્યપ્રદેશના 10 હજારની વસ્તીવાળા કસબાના ડૂબવાનો ખતરો

ગુજરાતમાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધમાં પાણીના વધતા સ્તરને કારણે મધ્યપ્રદેશના 10 હજારની વસ્તી ધરાવતા નિસરપુર કસબાના ડૂબવાનો ખતરો ઝળુંબવા લાગ્યો છે. મધ્યપ્રદેશમાં નર્મદા નદીની નજીકના વૃક્ષો અને મકાનો ડૂબવા લાગ્યા છે.

ધાર જિલ્લામાં 10 હજારની વસ્તીવાળા નિસરપુર ગામમાં પાણી ઝડપથી વધી રહ્યું છે, તેના કારણે લોકો પલાયન કરવા માટે લાચાર છે. અત્યાર સુધીમાં સેંકડો લોકો અહીંથી પલાયન કરી ચુક્યા છે.

મીડિયા અહેવાલ પ્રમાણે, મધ્યપ્રદેશ સરકારે નર્મદા ઘાટી વિકાસ પ્રાધિકરણ (એનવીડીએ)ના એક અધિકારીએ જણાવ્યુ છે કે નર્મદા તટથી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલા નિસરપુરમાં સરદાર સરોવર બંધનું બેકવોટર રવિવારે 133 મીટરના સ્તરને પાર કરી ગયું, જે ખતરના નિશાના મુકાબલે લગભગ 6.5 મીટર વધારે છે.

મોનસૂનના ભારે વરસાદને કારણે રાજ્યમાં નર્મદા અને તેની સહાયક નદીઓ પર બનેલા બંધથી સતત પાણી છોડાઈ રહ્યા છે. તેનાથી નિસરપુરમાં બેકવોટરના સ્તર વધવાની ગતિ વધી ગઈ છે.

મીડિયા અહેવાલમાં પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને દાવો કરાયો છે કે નિસરપુરમાં મુખ્ય બજાર, મંદિર, મસ્જિદ, સ્મશાન વગેરે ડૂબી ચુક્યા છે. ડૂબવાને કારણે પોતાના દ્વિચક્રી વાહનના શોરૂમને ખાલી કરી ચુકેલા યુવાન કારોબારી યશ પાટીદારે ભાવુક લહેજામાં કહ્યુ છે કે જે સ્થાનો પર હું મારા મિત્રો સાથે રમીને મોટો થયો, તે સતત ડૂબી રહ્યા છે.

Related posts
Regionalગુજરાતી

રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતના વેપારીઓ આવ્યાં આગળ, કરોડોનું કર્યું દાન

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં…
Regionalગુજરાતી

કોરોના રસીકરણઃ રાજકોટમાં ધન્વંતરી રથના ડ્રાઈવરને અપાઈ પ્રથમ રસી

અમદાવાદઃ ભારતમાં આજે કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના પ્રારંભ થયો છે. ભારતમાં સૌથી પ્રથમ રસી એઈમ્સના સફાઈ કર્મચારીને આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં…
Regionalગુજરાતી

ગુજરાતના ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રખાયો, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિતના ચાર શહેરોમાં કોરોના મહામારીને પગલે રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. આ કર્ફ્યુનો 15 દિવસ સુધી લંબાવવાનો સરકાર દ્વારા…

Leave a Reply