1. Home
  2. ગુજરાતી
  3. મહાકવિ સંત તુલસિદાસ- જેમના બે પંક્તિના દોહામાં ભારતના 29 રાજ્યોના નામ સમાયેલા છે
મહાકવિ સંત તુલસિદાસ- જેમના બે પંક્તિના દોહામાં ભારતના 29 રાજ્યોના નામ સમાયેલા છે

મહાકવિ સંત તુલસિદાસ- જેમના બે પંક્તિના દોહામાં ભારતના 29 રાજ્યોના નામ સમાયેલા છે

0

સાહીન મુલતાની.

राम नाम जपते अत्रि मत गुसिआउ!*

पंक में उगोहमि अहि के छबि झाउ!*

કદાચ આ દોહો વાંચતા આપણાને ભક્તિભાવ દેખાશે,પરંતુ આ દોહાની જે ખાસિયત છે તેના વિશે આજે આપણે વાત કરીશું,તો ચાલો જાણીએ કે શું છે આ દોહામાં ખાસ વાત

સંત કવિ તુલસી દાસે જ્યારે આ દોહાની રચના કરી હશે ત્યારે તે સમયમાં તેમણે ક્યારેય કલ્પના પણ નહી કરી હોય કે, આવનારા વર્ષો પછીના ભવિષ્યમાં આ દોહાના એક-એક અક્ષરમાં ભારત દેશના અનેક રાજ્યોના નામ સમાશે.

જી હા, આ દોહો વાંચતા સામાન્ય રીતે કોઈને પણ ખ્યાલ નહી જ આવે, પરંતુ સંત તુલસીદાસની આ દોહાની રચના ખરેખર અદભુત છે, તો ચાલો સમજીએ કઈ રીતે આ દોહામાં દેશના 29 રાજ્યોના નામ સમાયેલા છે.

रा-રાજસ્થાન -મઘ્ય પ્રદેશ ना– નાગાલેન્ડ-મહારાષ્ટ્ર -જમ્મુ-કાશ્મીર-પશ્વિમ બંગાળ       ते-તેલંગણા  -અસામ  त्रि-ત્રિપુરા -મણીપુર  त-તમિલનાડું  गु-ગુજરાત सि-સિક્કિમ  -આંઘ્રપ્રદેશ  !*-ઉત્તર પ્રદેશ

पं-પંજાબ  -કર્ણાટક  में-મેઘાલય -ઉત્તરાખંડ  गो-ગોવા -હરિયાણા  मि-મિઝોરમ  अ-અરુણાચલ પ્રદેશ  हि-હિમાચલ પ્રદેશ के-કેરળ  -છત્તીસગઢ  बि-બિહાર  झा-ઝારખંડ !*ઓરીસ્સા

આપણે અવાર નવાર આ દોહાનું પઠન કર્યું હશે,કદાચ આપણે આના વિશે વિચાર્યુ જ નહી હોય,પરંતુ થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં આ ઈમેજ ખુબ જ વાયરલ થઈ રહી છે,ખરેખર આ વિશે વિચારનારાને ઘન્ય છે.તુલસીદાસના આ બે પંક્તિના દોહામાં ભારતના 29 રાજ્યોનો સમાવેશ થઈ જાય છે.

ગોસ્વામી તુલસીદાસ એટલે હિન્દી સાહીત્યના મહાન કવિ,જેઓને રામાયણના રચિયેતા મહર્ષિ વાલ્મીકિનો અવતાર પણ માનવામાં આવે છે,મહાકવિ ગોસ્વામી તુલસીદાસે શ્રી રામચરિતમાનસની રચના કરી હતી,જેની કથા વસ્તુ રામાયણમાંથી લેવામાં આવી છે,આ એક લોકગ્રંથ છે, જેને ઉત્તર ભારત સહીત સમગ્ર દેશમાં ભક્તિભાવ સાથે પઠન કરવામાં આવે છે,ત્યાર બાદ વિનય પત્રિકા તેમનો એક મહત્વનો ગ્રંથ છે.

લોકકથા પ્રમાણે તુલસીદાસનો જન્મ 12 મહિને થયો હતો અર્થાત તેઓ 12 મહિના સુઘી તેમની માતાના ગર્ભમાં રહ્યા હતા,જેના કારણે તેઓ જનમ્યા ત્યારે હુષ્ટ-પૃષ્ટ હતા,અને જન્મ થતા સાથે જ તેમના મુખમાં દાંત પણ આવી ગયા હતા, જન્મતાની સાથે તેમણે પ્રથમ ઉચ્ચારણ ‘રામ’ નામનું કર્યું હતું,જેના કારણે તેમનું નામ ‘રામબાલા’ પણ પાડવામાં આવ્યું.તેમના આ ચમત્કારી જન્મથી તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જન્મથી જ તેઓ રામના ભક્ત બનીને આવ્યા હતા.

રામશૈલ પર રહેનારા શ્રી અનન્તાનન્દના શિષ્ય શ્રીનરહર્યાનન્દે રામબાલાથી ચર્ચિત બનેલા બાળકને શોધી કાઢ્યો, અને રામબાલાનું નામ તેમણે તુલસીદાસ રાખ્યું,ત્યાર બાદ તેમનું અજ્ઞોપવીત-સંસ્કાર કરાવવામાં આવ્યું,ત્યારે રામબાલાએ ગાયત્રી મંત્રોચ્ચાર કર્યો,જેને સાંભળીને લોકો મંત્રમૃગ્ઘ બન્યા હતા.ત્યાર બાદ તેમને રામમંત્રની શિક્ષા આપવામાં આવી,તેઓ અત્યંત બુદ્ધિમાન હતા, એક જ વારમાં ગુરુ મુખથી સાઁભળેલા શ્લોક મંત્રોને યાદ કરી લેતા હતા.

સંત તુલસીદાસ વારાણસી-કાશીમાં આવ્યા,અહીં સંસ્કૃત ભણ્યા.સોળ વર્ષ સુધી સતત અનેક ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો,ત્યાર બાદ તેઓ ફરી તેમના જન્મસ્થળ રાજાપુર પાછા આવી ગયા, જ્યા તેમનાં મા-બાપનું દેહાંત થાય છે.ત્યાર બાદ 13 વર્ષની ઉંમરે રત્નાવલી નામની કન્યા સાથે લગ્ન થયું. તેમની પત્નીએ તુલસીદાસને પત્ની પ્રત્યેના મોહ અંગે મેણું મારતાં તુલસીદાસને બ્રહ્મજ્ઞાન થયું. પત્નીએ  મેહણું મારવા સ્વરચિત દોહાનો ઉપયોગ કર્યો જેમાંથી સંત કવિ તુલસીરામ તુલસીદાસ બન્યા.

अस्थि चर्म मय देह यह, ता सों ऐसी प्रीति !

नेकु जो होती राम से, तो काहे भव-भीत ?

ત્યારથી તેમણે તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન ભગવાન રામના નામ પર અનેક રચનાઓ કરી છે,જેમાં રામચરિતમાનસ,હનુમાન ચાલિસા,દાહોવલિ,વિનયનપત્રિકા, કવિત્તરામાયણ, કવિતાવલી,રામલલા નહછૂ,પાર્વતીમંગલ,જાનકી મંગલ,બરવૈ રામાયણ, રામાજ્ઞા,વૈરાગ્ય સંદીપની, કૃષ્ણ ગીતાવલી વગેરે રચનાઓ તેમની જગવિખ્યાત રચના છે.જેનું ભક્તો આજે પણ ભક્તિભાવથી પઠન કરે છે.

ત્યારે જો બીજી રીતે વાત કરવામાં આવે તો આજકાલ કાલ સ્પર્ઘાત્મક પરિક્ષાઓ પણ વઘી રહી છે,યુવા પેઢીઓ સરાકરી જોબ મેળવવાના સતત પ્રય્તનો હેઠળ ક્લાસિસ કરી રહી છે,અનેક પ્રકારે તૈયારીઓમાં જોતરાઈ રહી છે, તેવા સમયે સંત તુલસીદાસનો આ દોહો તેમના માટે ખબ કામમાં આવી શકે છે,જે લોકોને દેશના તમામ રાજ્યના નામ યાદ નથી રહેતા તેઓ આ દોહો યાદ કરી લે તો તેમને 29 રાજ્યોના નામ મોઢે થઈ શકે છે.અને જો તમને પમ દેશના આ 29 રાજ્યોના નામ મોઢે કરવા છે તો તુલસીદાસ કમિનો આ દોહાનું મગજમાં ગઠન કરી લેજો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.