in ,

મહારાષ્ટ્ર ચૂંટણી- બીજેપીએ સંકલ્પ પત્ર રજુ કર્યો,5 વર્ષમાં 1 કરોડ નોકરીઓના વાયદા

  • બીજેપીએ સંકલ્પ પત્ર રજુ કર્યો
  • 5 કરોડ નોકરીઓ આપવાનો કર્યો વાયદો
  • 5 વર્ષમાં મહારાષ્ટ્રને દુકાળ મૂક્ત કરવામાં આવશે
  • સુખા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવશે

ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો સંકલ્પ પત્ર રજુ કરી દીધો છે,આ પત્રમાં મહારાષ્ટ્રને દુકાળમૂક્ત કરવાનો વાયદો કર્યો છે,સાથે પાંચ વર્ષમાં 1 કરોડ નોકરીઓ આપવાનો પણ વાયદો કર્યો છે.

બીજેપીએ કરેલા સંકલ્પ પત્રના વાયદાઓનું લીસ્ટ

વનારા 5 વર્ષમાં મહારાષ્ટ્રને દુકાળ મૂક્ત બનાવવામાં આવશે

પશ્વિમથી વહેતી નદિઓના પાણીને ગોદાવરીના ઘાટથી સ્થિર કરીને મરાઠવાડ અને ઉત્તર મહારાષ્ટ્રના સુખા વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે.

મરાઠવાડા વોટર ગ્રિડ મહાત્વકાંક્ષી યોજનાના માધ્યમથી 11 ડેમોને ેકબીજા સાથે જોડીને સંપૂર્ણ મરાઠવાડને પાઈપલાઈન દ્રારા પાણી પહોંચાડવામાં આવશે

કૃષ્ણા કોયના અને અન્ય નદિઓમાં પૂરના કારણે વહી જતા વધુને વધુ પાણીને પશ્વિમ મહારાષ્ટ્રના સ્થાયી સુખા વિસ્તારમાં લાવવામાં આવશે

આવનારા 5 વર્ષમાં કૃષિ ક્ષેત્રમાં વપરાશ થનારી વીજળીને સૌર ઉર્જા પર આધારિત  કરીને ખેડૂતોને દિવસના 12 કલાકથી વધુ વીજળી પહોંચાડવામાં આવશે

આવનારા 5 વર્ષમાં 1 કરોડ નોકરીઓનું નિર્માણ કરવામાં આવશે,1 કરોડ પરિવારને મહિલા બચત સમૂહ સાથે જોડીને રોજગારના વિશેષ પ્રસંગ ઉપ્પલબ્ધ કરવામાં આવશે

વર્ષ 2022 સુધી પ્રત્યેક ઘરને પીવા માટેનું શુધ્ધ પાણી આપવામાં આવશે,મૂળભૂત સુવિધાઓ માટે કેન્દ્ર સરકારના સહયોગથી 5 લાખ કરોડ રુપિયાનું રોકાણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તેજી સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 38,350ના સ્તર પર

Pak on verge of being ‘dark grey listed’ as FATF deliberates in Paris