Site icon Revoi.in

રાજસ્થાનના રાજપરિવારની શાહી વાનગી દ્રાક્ષ મખાના સબ્જી ઘરે બનાવો, જાણો રેસીપી

Social Share

રેસીપી, 24 મે 2026: Royal dish of the royal family રાજસ્થાનના રાજશાહી મહેલ અને કિલ્લા જેટલા પ્રખ્યાત છે, એટલી જ ફેમસ ત્યાંની શાહી વાનગી છે. રાજસ્થાનના અમુક વાનગીઓ એવી છે જે માત્ર રાજપરિવારોમાં જ બનતી હતી. આવી જ એક વાનગી છે દ્રાક્ષ મખાનાની સબ્જી, જે ઉદયપુરના રાજપરિવારની શાહી વાનગી કહેવાય છે. દ્રાક્ષ અને મખાના સાથે વિવિધ મસાલામાંથી બનતી દ્રાક્ષ મખાનાની સબ્જી બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. મખાનાથી આ શાહી સબ્જીનું પોષણ મૂલ્ય વધી જાય છે.

શાહી દ્રાક્ષ મખાના સબ્જી માટે સામગ્રી

દ્રાક્ષ : 2 કપ

મખાના : 2 કપ

આખા લાલ મરચા : 5-6 નંગ

લસણ : 10 નંગ

ડુંગળી : 2 નંગ

દેશી ઘી : 2 ચમચી

આદું : 1 ટુકડો

તમાલ પત્ર : 1 નંગ

ધાણા : 1 ચમચી

જીરું : 1 ચમચી

વરિયાળી : 1 ચમચી

દહીં : 2 કપ

હળદર પાઉડર : 1 ચમચી

લાલ મરચું પાઉડર : 1 ચમચી

ધાણા જીરું પાઉડર : 1 ચમચી

મીઠું સ્વાદ અનુસાર

કાળું મીઠું : 1/4 ચમચી

માવો : 1/2 કપ

ફ્રેશ મલાઇ : 1/2 કપ

કસુરી મેથી : 1/2 ચમચી

લીલું કોથમીર : 1 ચમચી

શાહી દ્રાક્ષ મખાના સબ્જી બનાવવાની રીત

ઉદયપુરના રાજ પરિવારની શાહી વાનગી દ્રાક્ષ મખાના સબ્જી બનાવવા માટે સૌથી પહેલા અમુક સામગ્રી તૈયાર કરવાન હોય છે. સૌથી પહેલા લીલી દ્રાક્ષ પાણીમાં સારી રીતે ધોઇ લો. આખા લાલ મરચાને પાણીમાં 10 થી 20 મિનિટ સુધી પલાળી રાખો પછી મિક્સર જારમાં આ મરચા. આદુ અને લસણની પેસ્ટ બનાવો. ઉપરાંત મોળો દૂધનો માવો અને ફ્રેશ મલાઇ મિક્સર જારમાં નાંખી સહેજ પાળી પેસ્ટ બનાવો. એક કઢાઇમાં મખાના શેકો, તેનાથી તેનું ભેજ ઓછું થશે.

હવે એક કઢાઇમાં 2 ચમચી દેશી ઘી ગરમ કરો, તેમા તમાલપત્ર, જીરું, આખા લાલ મરચા અને વરિયાળીનો તડકો લગાવો. ત્યાર પછી બારીક સમારેલી ડુંગળી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ લાલ મરચા અને લસણની પેસ્ટ ઉમેરી મસાલાને ફ્રાય કરો. મસાલામાં ઘી ઉપર તરવા લાગે ત્યાં સુધી ફ્રાય કરો.

એક બાઉલમાં દહીં લો, તેમા બધા મસાલા નાંખી સારી રીતે મિક્સ કરો. પછી આ દહીને કઢાઇમાં રેડો અને પકવવા દો. આ દરમિયાન દહીને સતત હલાવતા રહો અને ગેસની આંચ ઓછી રાખવાની છે, નહીંત્તર દહીં ફાટી જશે. દહી માંથી ઘી છુંટ પડતું દેખાય પછી તેમા માવો અને ફ્રેશ મલાઇની પેસ્ટ રેડી તેને 1 – 2 મિનિટ સુધી પકવવા દો.

હવે આ મસાલામાં શેકેલા મખાના નાંખી 2 થી 3 મિનિટ સુધી પકવવા દો. ત્યારબાદ લીલી દ્રાક્ષ નાંખી તેને 1 થી 2 મિનિટ સુધી પકવવા દો, જેથી દ્રાક્ષની છાલ નરમ થઇ જશે. હવે ગેસ બંધ કરી દો. શાહી દ્રાક્ષ મખાના સબ્જીમાં એક ચમચી કસૂર મેથી અને લીલું કોથમીર ઉમેરી ગાર્નિશ કરો. મખાના દ્રાક્ષનું શાક રોટલી, પરાઠા સાથે ખાઇ શકાય છે.

Exit mobile version