BEAUTYગુજરાતી

બ્યુટી પાર્લરમાં બનતા મોંઘા ફેશિયલને બનાવો ઘરે બેઠા, સંતરાની છાલનો કરો આ રીતે ઉપયોગ

  • સંતરા અથવા નારંગીના છે અનેક ફાયદા
  • ચહેરાની સુંદરતા વધારવામાં પણ છે ઉપયોગી
  • ઘરે બેઠા જ બનાવી શકો છે ફેશિયલ પેક

બજારમાં આજે પણ કેટલાક એવા ફળો અને શાકભાજી છે કે, જેનો ઉપયોગ માત્ર ખાવામાં જ નહી પરંતુ સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. મોટા ભાગે સ્ત્રીઓ દ્વારા સુંદરતા પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. અને તેના માટે બ્યુટી પાર્લરમાં મોંઘા મોંઘા ફેશિયલ પણ કરાવતા હોય છે, પરંતુ હવે તે પ્રકાર ફેશિયલ ઘરે પણ બનાવી શકાશે.

સંતરા કે જેને આપણે નારંગી પણ કહેતા હોય છે. તેની છાલનો જો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સારામાં સારુ ફેશિયલ ઘરે બનાવી શકાય છે. નારંગીની છાલ આપણા શરીર માટે જેટલી ઉપયોગી છે. એટલી જ ઉપયોગી એ આપણને વધારે સુંદર બનાવવા માટે પણ છે. તે આપણી ત્વચા અને વાળ માટે ખુબ ઉપયોગી છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ રહેલું છે. તમારે પણ તેનો ઉપયોગ કરવો હોય તો જરૂરથી કરી શકો છે. તે કુદરતી હોવાથી તેની કોઈ આડ અસર થતી નથી.

નારંગીની છાલથી ફેશિયલ ખુબ સરળતાથી બનાવી શકાય છે. જેમાં સૌપ્રથમ તેની છાલને તડકામાં સુકવી દેવી અને તે સરખી રીતે સુકાય જાય પછી મિક્સરમાં પીસીને તેનો પાઉડર બનાવી લેવો. ઘણા ઓછા લોકોને ખબર હશે કે તેની છાલ પણ આપણા માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

તેનો પાઉડર ત્વચાને નિખારવા માટે ખુબ ઉપયોગી છે. તેના માટે ઘરે બનાવેલો પાઉડર લેવો તેની સાથે તેમાં મધ ઉમેરીને તેને લગાવવો. આવું કરવાથી ત્વચા હંમેશા નિખરતી રહેશે. તે ત્વચામાં રહેલા નાના છિદ્રોને ખોલવાનું કામ પણ કરે છે. તેના માટે તેના પાઉડર સાથે દહી ભેળવીને લગાવવું. તેનાથી ડાઘ પણ દૂર થશે. તેનાથી ત્વચા પર રહેલ ગંદકીને દૂર કરે છે. તેના માટે તમારે તેના પાઉડર સાથે ગુલાબ જળ ઉમેરવું.

દેવાંશી

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply