in , ,

શિયાળાની ઠંડી ઋતુમાં બનાવો ગરમા-ગરમ ‘જલારામ ખિચડી’ – ખુબ જ સ્વાદિષ્ટ અને શાકભાજી-પ્રોટીનથી ભરપુર

સાહીન મુલતાની-

સામગ્રી

 • 500 ગ્રામ- ચોખાની જીણી કણકી
 • 250 ગ્રામ- લીલી સુરતી પાપડી (દાણા અને કુમળી છાલ પણ રાખવી)
 • 250 ગ્રામ- લીલી તુવેર (દાણા)
 • 250 ગ્રામ- રિંગણ (જીણા જીણા સમારેલા)
 • 2 નંગ નાના – બટાકા (જીણા જીણા સમારેલા)
 • 100 ગ્રામ-લીલા ઘાણા
 • 100 ગ્રામ- મોરા કાચા શિંગદાણા
 • 100 ગ્રામ-લીલું લસણ (જીણું સમારેલું)
 • 4 મોટી ચમચી – આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ
 • લીલ- નારીયેળ( નારીયેળને છોલીને કોપરાના જીણા જીણા ટુકડા કરી લેવા)
 • મીઠો લીમડો- જરુર પ્રમાણે
 • 8 નંગ- સુકા લાલ મરચા
 • રાય- જરુર પ્રમાણે
 • તલ-જરુરપ્રમાણે
 • જીરુ- જરુર પ્રમાણે
 • મીઠૂ- જરુર પ્રમાણે
 • 1 ચમચી- હરદળ
 • હિંગ- જરુર પ્રમાણે
 • ખાંડ- 2 ચમચી

આજે રવિવાર એટલે સ્વાભાવિક રીતે ભોજનમાં ઘરનું સ્વાદીષ્ટ ગરમા-ગરમ જમવાનું મન તો થાય ને થાય જ,અને એમા પણ જો પ્રોટીન અને વેજીટેબલ્સથી ભરપુર ખિચડી મળી જાય તો તો કેવી મજા પડી જાય. ખિચડી સાંભળતા જ કદાચ એમ થયું હશે ખિચડીતો કંઈક સ્વાદિષ્ટ હોતી હશે,પણ હા આજે આપણે આજે ખિચડી બનાવવાના છીએ તે ખિચડી ખુબ જ સ્વાદિષ્ટ છે જે રેસ્ટોરન્ટના સ્વાદને પણ ટક્કર આપશે,તો ચાલો આજે બવાનીયે સુરત જીલ્લાના બારડોલી તાલુકાની ખુબ જ વખાણાયેલી જલારામની ગરમા ગરમ ખિચડી,જેમાં વેજીટેબલ્સ પણ હશે અને સ્વાદમાં પણ એકદમ મજેદાર.

જલારામની ખિચડી બનાવવાની રીત

એક કુકરમાં તેલ ગરમ કરીને રાય ફોડીલો,ત્યાર બાદ તેમાં જીરુ નાખી લાલ થવાદો,હવે તેમાં મીઠો લીમડો,હિંગ અને મોરા કાચા શિંગદાણા ઉમેરો ,ત્યાર બાદ તેમાં આદુ,મરચા અને લસણની પેસ્ટ નાંખીને સાંતળવા દો,આ પેસ્ટ સાંતળી ગયા બાદ તેમાં લીલી પાપડી,લીલી તુવેરના દાણા,સમારેલા બટાકા,સમારેલા રિંગણ,સમારેલું લીલુ કોપરુ નાંખી દો,ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને હરદળ નાંખીને બરાબર મિક્ષ કરો.હવે કુકરને બંઘ કરીને બે થી ત્રણ સીટી વગાડીને ગેસ બંઘ કરી દો,ઘ્યાન રાખવું કે શાકભાજી બરાબર ચઢવા નથી દેવાનું,આ મિક્ષ શાકને અઘકચરું જ થવા દેવાનું છે.

હેવ ચોખાની કણકીને બરાબર સાફ કરી વણી લેવી,ત્યાર બાદ એક મોટા તપેલામાં પાણી ગરમ થવા દેવું,પાણી બરાબર ઉકળી ગયા બાદ તેમાં કણકી નાખી દેવી,કણકી અડઘી બફાય જાય અટલે કે અઘકચરી હોય ત્યારે તેમાં પહેલાથી તૈયાર કરેલું કાચુંપાકુ શાક ઉમેરીને બરાબર મિક્ષ કરવું. હવે તેમાં 2 ચમચી ખાંડ પણ ઉમેરી દેવી અને ગેસને ઘીમી આંચે રાખીને ખિચડીને બરાબર થવા દેવી. કણકી અને શાક બરાબર મિક્ષ થાય તે રીતે ચમચા વડે બરાબર ફેરવતા રહેવું, ત્યાર બાદ 20 થી 25 મિનિટ તપેલાને ગેસ પર ઘીમી આંચે મુકી રાખવું ,આટલી મિનિટમાં ખિચડી એક રસ થઈ જશે.

હવે તૈયાર ગરમા ગરમ ખિચડી,પરંતુ હજુ તેમાં તડકો આપવાનો બાકી છે,તો તડકો પવા માટે એક કઢાઈમાં તેલ થવા દેવું તેમાં રાય ફોડવી,રાય ફૂટી જાય એટલે સુકા લાલ મરચા,હિંગ,મીઠો લીમડો અને તલ નાખવા,આ તૈયાર કરેલો વઘાર ખિચડીના તલેકામાં નાંખીને ઢાકણ બરાબર ઢાંકી દેવું, હવે લીલા ઘાણા જીણા સમારેલા ઉપરથી નાખીને બરાબર ખિચડીને એકવાર ફરી ચમચા વડે ફેરવી લેવી,હવે તમે કઢી કે છાસ સાથે  ખિચડીને ગરમા ગરમ સર્વ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

હવે દંપતિ ઈચ્છિત બાળકને આપી શકશે જન્મ- અવધ વિશ્વ વિદ્યાલયમાં ગર્ભ સંસ્કાર પાઠ્યક્રમનો થશે આરંભ ,પ્રયત્ન સફળ થતા ભારત ફરી ધાર્મિકતાનું બિરુદ પ્રાપ્ત કરશે

સાઇરસ મિસ્ત્રીનો મોટો નિર્ણય, હવે ફરી તાતા સન્સના ચેરમેન નહીં બને