1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. માત્ર 3 સામગ્રી સાથે બનાવો ‘મગફળી-ગોળ’ના લાડવા, ખૂબ જ ઓછી મહનતમાં થશે તૈયાર
માત્ર 3 સામગ્રી સાથે બનાવો ‘મગફળી-ગોળ’ના લાડવા, ખૂબ જ ઓછી મહનતમાં થશે તૈયાર

માત્ર 3 સામગ્રી સાથે બનાવો ‘મગફળી-ગોળ’ના લાડવા, ખૂબ જ ઓછી મહનતમાં થશે તૈયાર

0

સાહિન મુલતાની-

સામગ્રી-

  • 500 ગ્રામ – મગફળીના દાણા (શેકીને તેના ફોંતરા કાઢીલો)
  • 300 ગ્રામ- ગોળ
  • 100 ગ્રામ – કાજુના ટૂકડા
  • 2 ચમચી – દેશી

મગફળીના લાડુ બનાવાની રીતઃ– સૌ પ્રથમ મગફળીના દાણાને શેકીને તેના છોતરા ઉડાવી દો, હવે દાણા થોડા ઠંડા પડી જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરીલો , ક્રશ એ રીતે કરવા કે દાણા અધકચરા રહેવા જોઈએ, હવે એક કઢાઈમાં 2 ચમચી ધી લઈ તેમાં ગોળ નાખીને બરાબર ગરમ થવા દો,ગોળ ખાલી ઓગળે ત્યા સુધી જ ગરમ કરો, હવે આ ગોળમાં દાણા એડ કરીને તવીથા વડે બરાબર ફેરવો, ગોળ અને દાણા એક બીજામાં બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીલો,હવે આ મિશ્રણમાં કાજુના ટૂકડા એડકરીને તેને બરાબર મિક્સ કરીને એક સરખા નાના નાના લાડુ બનાવી લો. તૈયાર છે મગફળીના લાડુ, ખુબ જ ઓછી મહેનતમાં રેડી થશે અને ખાવામાં પણ લાગશે સ્વાદિષ્ટ.માત્ર 3 થી 4 પ્રકારની સામગ્રીમાં થશે રેડી

LEAVE YOUR COMMENT

Your email address will not be published.