1. Home
  2. ગુજરાતી
  3. શિયળામાં ઘરે જ બનાવો તમારા નેચરલ ફેસપેક તે પણ તમારી કિચનમાં રહેલી આ ખાસ વસ્તુઓમાંથી – સ્કિન સોફ્ટ
શિયળામાં ઘરે જ બનાવો તમારા નેચરલ ફેસપેક તે પણ તમારી કિચનમાં રહેલી આ ખાસ વસ્તુઓમાંથી – સ્કિન સોફ્ટ

શિયળામાં ઘરે જ બનાવો તમારા નેચરલ ફેસપેક તે પણ તમારી કિચનમાં રહેલી આ ખાસ વસ્તુઓમાંથી – સ્કિન સોફ્ટ

0
  • ચહેરાની કાળજી માટે ચોખાનો લેપ લગાવો
  • કઠોળની દાળની પેસ્ટ બની તેનો ફેસપેક તરીકે ઉપયોગ કરવો

દેરક સંત્રીઓ પોતાના સુંદર દેખાવ માટે ચહેરા પર અનેક ઉપાયો અજમાવતી હોય છે, પાર્લરમાં જઈને ફેસિયલ,બ્લિચ જેવી ટ્રીટમેન્ટ કરાવતી હોય છે, જો કે આ તમામ વસ્તુઓ તમે તમારા કિચનમાં રહેલી વસ્તુઓથી જ કરી શકો છો, આપણા કિચનમાં હંમેશા રહેતા ચોખા, દાળ, કઠોળ એવી વસ્તુઓ છે કે જેના દ્રારા તમે તમારા ચહેરા પર ગ્લો લાવી શકો છો, ચહેરાને ચમકાવી શકો છો.

આજે આપણે કઠોળ કે અનાજમાંથી બનતા ચહેરાના ફેસપેકની વાત કરીશું, જે કુદરતી હોવાથી તમારા ચહેરાને નુકશાન પણ કરતા નથી અને તમારી સ્કિનને કુદરતી ગ્લો પણ આપે છે, રોજબરોજની ભાગદોળ વાળી લાઈફમાં પાર્લર માટે સમય ફાળવવો મુશ્કેલ છે ત્યારે આવી સ્થિતિમાં તમે ઘરે રહીને આ ઉપચાર કરી શકો છો અને તમારા ચહેરાની સરળતાથી કાળજી લઈ શકો છો.

તમારા ચહેરા પર કઠોળ તથા ધાન્યનો ફેસપેક લગાવો

ચોખાનીપેસ્ટઃ- સામાન્ય રીતે દરેક સમયે કિચનમાં જોવા મળતા ચોખા ચહેરા માટે ફાયદાકારક છે,ચોખાનો ફેસપેક બનાવવા માટે ચાર ચમચી ચોખા લો અને તેને ત્રણથી ચાર કલાક માટે પલાળી દો અને ત્યારબાદ તેમાં દુધ નાખી તેની પેસ્ટ બનાવી ચહેરા પર અપ્લાય કરો .10 મિનિટ બાદ ચહેરો પાણીથી ધોઇ નાંખો. આ ફેસપેકને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે લગાડવાથી ચોક્કસ તમારી ત્વચા ગ્લો કરશે

અળદની દાળની પેસ્ટઃ-અળદની દાળને પલાળીને ક્રશ કરી લેવી, ત્યાર બાદ તેમાં મધ નાખીને આ પેસ્ટ ચહેરા પર લગાવી 10 થી 15 મિનિટ બાદ ચહેરો ધોઈ લેવો, મહિનામાં 4 વખત આ ઉપચાર કરવાથી તમારા ચહેરાની ડાર્કનેસ દૂર થશે, અને ચહેરા પર જામ થતો ડસ્ટ પણ દૂર થશે.

ચોખા અને મધઃ- ચોખામાં એમિનો એસિડ અને વિટામિન હોય છે જે ત્વચા માટે વાઇટનિંગનું કામ કરે છે અને તેને ગંદકીથી પણ બચાવે છે. સાફ ત્વચા મેળવવા માટે ચોખાને દળીને તેમાં મધ અને ત્રણ ચમચી દહીં મિક્સ કરીને સારી રીતે મિક્સ કરી લો અને ત્યારબાદ ચહેરા પર લગાઓ. 30 મિનિટ બાદ ચહેરો ઘોઈ લો, તમને આમ કરવાથી ચોક્કસ સારુ રિઝલ્ટ મળશે.

દહિં,મધ અને ચણાની દાળઃ– ચણાની 5 ચમચી દાળને પલાળી દો, 4 કલાક બાદ આ દાળમાં મધ અને દહી નાખીને ક્રસ કરીલો, હવે આ પેસ્ટને ચહેરા પર આપ્લાય કરી 10 મિનિટ રહેવાદો ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો, દહીં અને મધથી ચહેરાની સ્કિન ચમકે છે અને રુસ્ક ત્વચા નરમ પડે છે, જ્યારે ચણાની દાળ સ્ક્રબનું કામ કરે છે.

મગની દાળઃ– મગની દાળને પલાળીને તેને ક્રશ કરીલો, ત્યાર બાદ આ પેસ્ટમાં ગુલાબજળ અને એલોવીરા જેલ મિક્સ કરીને ચહેરા પર મસાજ કરવો, 10 થી 15 મિનિટ આ પેસ્ટનો મસાજ કરવાથી તે સ્ક્રબનું કામ કરે છે, જેનાથી ચહેરા પર ગ્લો આવે છે.

બાજરીનો લોટઃ-  બાજરીના લોટથી ચહેરા પર 10 મિનિટ મસાજ કરવો, જેનાથી તમારા ચહેરા પરના બ્લેકહેડ્સ દૂર થાય છે, અને ચહેરા પર જમા થયેલો ડસ્ટ દૂર થઈને સ્કિન ગ્લો કરે છે.મહિનામાં બને એટલી વાર તમે આ ક્રિયા કરી શકો છો, આનાથઈ કોઈ નુકશાન નહી થાય

મકાઈનો લોટ અને દુધઃ– મકાઈના લોટમાં દુધ મિક્સ કરીને તેની પેસ્ટથી ચહેરા પર 10 થી 15 મિનિટ હળવા હળવા હાથે સમાજ કરવાથી ચહેરાની સ્કિન સાફ થાય છે, ડાઘ ઘબ્બાઓથી પણ છૂટકાર મળે છે, આ પ્રોસેસ તમારે મહિનામાં 4 થી 5 વખત કરવાની રહેશે.

જુવારનો લોટ,મધ અને એવિરા જેલઃ– જુવારના લોટમાં મધ અને એલોવિરા જેલ નાખી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવીને 10 મિનિટ સુધી રહેવાદો, 10 મિનિટ બાદ હળવા હળવા હાથે તેને સ્ક્રબ કરો, આમ કરવાથી ચહેરાની સ્કિન સ્મૂથ બનશે, આ માટે 2 ચમચી જુવારના લોટમાં અડધી ચનમચી મધ અને જરુર પ્રમાણે એલોવિરા જેલ નાખી શકો છો

LEAVE YOUR COMMENT

Your email address will not be published.