in , , ,

મમતા બેનર્જીએ DP બદલીને લગાવી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની તસવીર, જાણો શા માટે?

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના ચીફ મમતા બેનર્જીએ ટ્વિટર અને ફેસબુક પર પોતાના પ્રોફાઈલ પિક્ચરને બદલીને તેના સ્થાને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની તસવીર લગાવી છે. તેની સાથે ટીએમસીના સત્તાવાર પેઈજ અને પાર્ટીના નેતા ડેરેક ઓ બ્રાયનના પ્રોફાઈલ પિક્ચર પણ આવી રીતે જ બદલાયેલા દેખાઈ રહ્યા છે.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળી તત્વચિંતક અને લેખ હતા. બ્રહ્મસમાજના સદસ્ય વિદ્યાસાગરે સામાજિક અને આર્થિક સુધારામાં મોટું યોગદાન આપ્યું છે. તેમણે વિધવા પુનર્વિવાહના મુદ્દા પર પણ સમાજમાં જાગરૂકતા ફેલવવાનું કામ કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં યુવાનથી લઈને વૃદ્ધ માટે વિદ્યાસાગર એક પ્રેરક વ્યક્તિત્વ માનવામાં આવે છે.

મંગળવારે કોલકત્તામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શૉ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ અને ટીએમસીના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપ પર આરોપ લગાવાઈ રહ્યો છે કે આ ઘર્ષણ દરમિયાન તેમના કાર્યકર્તાઓએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની એક પ્રતિમા સાથે તોડફોડ પણ કરી હતી

માનવામાં આવે છે કે મમતા બેનર્જીએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તૂટવાના વિરોધમાં જ ટ્વિટર અને ફેસબુક પર પોતાના પ્રોફાઈલ પિક્ચર બદલીને વિદ્યાસાગરની તસવીર લગાવી છે.

ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વિટર પર એક તસવીર શેયર કરી છે. તેમણે વિદ્યાસાગરની તૂટેલી પ્રતિમાની તસવીર ગણાવી છે. પ્રતિમા તોડવાનો આરોપ ભાજપના કાર્યકર્તાઓ પર લગાવ્યો છે.

આના સિવાય ડેરેક ઓ બ્રાયને ઘણાં વીડિયો શેયર કરીને ભાજપના કાર્યકર્તાઓ પર ઉપદ્રવ ફેલવવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીએ વિદ્યાસાગરની પ્રતિમા સાથે થયેલી છેડછાડના મામલે ચૂંટણી પંચ સાથે મુલાકાત માટે સમય પણ માંગ્યો છે. જો કે ભાજપે આવા પ્રતિમા તોડવાના આરોપને ફગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટીએમસીના ગુંડાઓએ તોડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ: અમિત શાહ

ભારતની ફરિયાદ લઈને ડબલ્યૂટીઓ પહોંચ્યું જાપાન, શું છે આખો મામલો?