1. Home
  2. Political
  3. “ધરણાં સ્ટંટ” સમાપ્ત કરતી વખતે મમતા બેનર્જીનો વાણીવિલાસ, ‘પીએમ મોદી રાજીનામું આપી ગુજરાત જતા રહે!’
“ધરણાં સ્ટંટ” સમાપ્ત કરતી વખતે મમતા બેનર્જીનો વાણીવિલાસ, ‘પીએમ મોદી રાજીનામું આપી ગુજરાત જતા રહે!’

“ધરણાં સ્ટંટ” સમાપ્ત કરતી વખતે મમતા બેનર્જીનો વાણીવિલાસ, ‘પીએમ મોદી રાજીનામું આપી ગુજરાત જતા રહે!’

0

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના અધ્યક્ષ મમતા બેનર્જીએ ત્રણ દિવસના બંધારણ બચાવો ધરણા મંગળવારે સાંજે સમાપ્ત કરવાનું એલાન કર્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના “ધરણાં સ્ટંટ” કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમારની શારદા ચિટફંડ મામલામાં પૂછપરછ માટે પહોંચેલી સીબીઆઈ ટીમને અટકાવવાથી શરૂ થયેલા વિવાદની સાથે શરૂ થયા હતા. જો કે ટીડીપીના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુની અપીલ બાદ મમતા બેનર્જીએ 2019ની ચૂંટણીમાં વિરોધપક્ષના નેતાઓમાં પોતાનું રાજકીય કદ વધવાના પરોક્ષ એલાન સાથે સીબીઆઈની તપાસમાં અડચણના ભાજપના આરોપો વચ્ચે પોતાના “પોલિટિકલ સ્ટંટ” ને સમાપ્ત કર્યો છે.

મમતા બેનર્જીએ કહ્યું છે કે આ બંધારણ અને લોકશાહીની જીત છે. આ મુદ્દા પર મમતા બેનર્જી આગામી સપ્તાહે દિલ્હીમાં પણ કાર્યક્રમ કરવાના છે. મંગળવારે જ્યારે તેમણે ધરણા સમાપ્ત કર્યા ત્યારે તેમણે કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમાર પર સ્પષ્ટીકરણ આપતા કહ્યુ હતુ કે તેઓ ક્યારેય ધરણાંમાં સામેલ થયા જ નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પુછયું હતું કે રાજીવ કુમાર એક પોલીસ અધિકારી હોવાના નાતે ધરણા પર શા માટે બેઠા હતા, ગૃહ મંત્રાલયના સવાલ બાબતે મમતા બેનર્જીએ આ જવાબ આપ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું હતું કે આગામી સપ્તાહે તેઓ દિલ્હી જઈ રહ્યા છે.

મમતા બેનર્જીએ ધરણા સમાપ્ત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લેતા કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી રાજીનામું આપીને ગુજરાત પાછા જતા રહે. તેમણે કહ્યુ હતુ કે કેન્દ્રમાં એક વ્યક્તિ અને એક પાર્ટીની સરકાર છે. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યની એજન્સીઓ સહીત તમામ એજન્સીઓને પોતાના કાબુમાં કરવા માંગે છે.

મમતા બેનર્જીએ કહ્યું છે કે “ કેન્દ્ર સરકાર તમામ એજન્સીઓને પોતાના નિયંત્રણમાં રાખવા ચાહે છે. તેની સાથે જ રાજ્યની એજન્સીઓ પર માત્ર નિયંત્રણ સ્થાપિત કરવાની કોશિશ જ નથી થઈ રહી, પરંતુ રાજ્યની એજન્સીઓને ડરાવાઈ રહી છે. વડાપ્રધાન મોદી પોતાના પદ પરથી તમે રાજીનામું આપો અને ગુજરાત છે. ગુજરાતમાં એક વ્યક્તિ અને એક પાર્ટીની સરકાર છે.”

LEAVE YOUR COMMENT