in , , ,

બંગાળમાં હિંસા: મમતાએ કહ્યું- અમિત શાહ ભગવાન છે કે એમના વિરુદ્ધ પ્રદર્શન ન થઈ શકે?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ એકવાર ફરી ભાજપ પર હુમલો કર્યો છે. મમતાએ કહ્યું કે શું અમિત શાહ ભગવાન છે કે એમના વિરુદ્ધ પ્રદર્શન ન થઈ શકે. મંગળવારે કોલકાતામાં અમિત શાહના રોડ શૉ દરમિયાન હોબાળો થયો હતો. શાહ જે વાહન પર સવાર હતા, તેના પર ડંડા ફેંકવામાં આવ્યા. રોડ શૉ પર કેટલાક લોકોએ પથ્થર ફેંક્યા અને આગ પણ લગાવવામાં આવી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કર્યો. ત્યારબાદ શાહે રોડ શૉ ખતમ કરી દીધો.

મમતાએ કહ્યું, ‘તેઓ (ભાજપ) અસંસ્કારી છે, એટલે તેમણે વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તેઓ બહારના છે. શું શાહ કલકત્તા વિશ્વવિદ્યાલયના વારસા વિશે જાણે છે? શું તેઓ જાણે છે કે કઇ મહાન હસ્તીઓએ અહીંયા અભ્યાસ કર્યો છે? આ પ્રકારના હુમલા માટે તેમને શરમ આવવી જોઇએ.’

મમતાએ એમ પણ કહ્યું કે કોલકાતામાં શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા-મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે. ભાજપ અહીંયા ઘણો પૈસો ખર્ચી રહી છે. ચૂંટણીપંચે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ નથી કરી? આ દરમિયાન બંગાળમાં ભડકેલી હિંસાને લઇને તૃણમૂલ નેતાઓનું પ્રતિનિધિમંડળ બુધવારે ચૂંટણીપંચને મળશે.

ભાજપે ચૂંટણીપંચને અપીલ કરી છે કે મમતાને બંગાળમાં પ્રચાર કરવાથી અટકાવવા જોઇએ. ભાજપનો આરોપ છે કે રાજ્યમાં બંધારણીય તંત્ર ખતમ થઈ ગયું છે. શાહના રોડ શૉમાં હિંસા થયા પછૂ મંગળવારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન અને મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણીપંચને મળ્યું હતું. ભાજપે પંચને બંગાળના મામલે તાત્કાલિક દખલ કરવા અપીલ કરી હતી, જેથી નિષ્પક્ષ ચૂંટણી કરાવી શકાય.

જ્યારે મમતાએ હિંસાનો આરોપ ભાજપ પર લગાવ્યો. તેમણે કહ્યું- “ભાજપે પહેલેથી જ હિંસાની યોજના બનાવી હતી. તેમણે બહારથી ગુંડા બોલાવીને કોલકાતા યુનિવર્સિટીના કેમ્પસમાં હુમલો કર્યો.” પોલીસના જણાવ્યા પ્રમાણે, “કોલકાતા યુનિવર્સિટીની સામે તૃણમૂલ વિદ્યાર્થી પરિષદ અને લેફ્ટ વિંગના કાર્યકર્તાઓએ શાહ વિરુદ્ધ નારા લગાવ્યા અને કાળા ઝંડા બતાવ્યા. સાથે જ તેમના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો. ત્યારબાદ બીજેપી અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. ભાજપ કાર્યકર્તાઓએ પણ હોસ્ટેલ ગેટ બંધ કરી દીધો અને પથ્થરમારો કર્યો. આ દરમિયાન કેટલાક લોકોએ વિદ્યાસાગર કોલેજમાં લગાવેલી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ પણ તોડી નાખી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

એક સેકન્ડમાં ભાજપ કાર્યાલય પર કરી શકુ છું કબજો, સારું માનો શાંત છું: મમતા બેનર્જી

ટીએમસીના ગુંડાઓએ તોડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ: અમિત શાહ