1. Home
  2. revoinews
  3. દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સુધારાના માર્ગે – નવા ઓર્ડર અને ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ
દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સુધારાના માર્ગે – નવા ઓર્ડર અને ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ

દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સુધારાના માર્ગે – નવા ઓર્ડર અને ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ

0
  • ઉત્પાદન પ્રવૃત્તિની ગતિવિધિઓ ફરી ધીમી પડી
  • નવેમ્બર મહિનામાં છેલ્લા ત્રણ મહિનામાં નીચા સ્તરે નોંધાઈ
  • પીએમઆઈ નવેમ્બરમાં ઘટીને 56.3 રહ્યો

દિલ્હીઃ– દેશની ઉત્પાદન પ્રવૃત્તિની ગતિવિધિઓ ફરી ધીમી પડેલી જોવા મળી રહી છે. ફેક્ટરીના ઓર્ડર, નિકાસ અને ખરીદીમાં ઘટાડો થવાને કારણે દેશની ઉત્પાદન પ્રવૃત્તિ નવેમ્બરમાં ત્રણ મહિનાની નીચી સપાટી પર આવી પહોંચી છે.જો કે આ બાબત સંકટ ઉત્પન્ન કરનારી નથી.

મંગળવારના રોજ જાહેર થયેલા માસિક સર્વેમાં આ અંગેની માહિતી આપવામાં આવીછે. આઈએચએસ માર્કેટ ઈન્ડિયાના મેન્યુફેક્ચરોગ પ્રોક્યુરમેન્ટ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) નવેમ્બરમાં ઘટીને 56.3 રહ્યો હતો જે ઓક્ટોબરમાં 58.9 હતો. જે તેની ત્રણ મહિની નીચી સપાટી દર્શાવે છે.

આ આંકડાથી ખબર પડે છે કે દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ મજબૂત બની છે,જો કે, નવેમ્બરમાં તેની ગતિ ઘીમી પડી એ વાત ચોક્કસ છે.પીએમઆઈ 50 થી વધુની વૃદ્ધિ કરશે, જ્યારે નીચેનો આંકડો સંકોચન દર્શાવે છે.

આઇએચએસ માર્કેટના એસોસિયેટ ડિરેક્ટર પૌલિઆના ડી લીમાએ કહ્યું કે, ભારતનું ઉત્પાદન ક્ષેત્ર સુધારાના માર્ગ પર છે. નવેમ્બરમાં પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.

લિમાએ કહ્યું કે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વિસ્તારના દરમાં કમી આવવી કોઈ ખાસ સંકટ નથી. આ આંકડો ઓક્ટોબરના એક દાયકાની ઊંચી સપાટી પછી નીચે આવ્યો છે. તેમણે કહ્યું કે કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારા અને તેના કારણે કરવામાં આવેલ લોકડાઉનથી આ સુધારણાને અસર થઈ  છે. સર્વે પ્રમાણે નવેમ્બરમાં નવા ઓર્ડરની વૃદ્ધિની ગતિ ત્રણ મહિનામાં સૌથી ઓછી હતી

સાહિન-

LEAVE YOUR COMMENT