1. Home
  2. Regional
  3. વાવાઝોડાનો ખતરો ટળતા શનિવારથી સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ ચાલુ થશે
વાવાઝોડાનો ખતરો ટળતા શનિવારથી સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ ચાલુ થશે

વાવાઝોડાનો ખતરો ટળતા શનિવારથી સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ ચાલુ થશે

0

રાજકોટઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપરથી ટળ્યો છે. જેથી સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ વાવાઝોડાની શકયતાને પગલે સુરક્ષાના કારણોસર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ પણ બંધ રાખવામાં આવ્યા હતા. જો કે, વાવાઝોડુ ઓમાન તરફ ફંટાતા માર્કેટ યાર્ડના વેપારીઓએ પણ રાહત અનુભવી છે. તેમજ આવતીકાલથી તમામ માર્કેટ યાર્ડ રાબેતુ મુજબ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોની જણસને નુકશાન ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાના લીધે ખેડૂતોને નુકસાન ભોગવવા નો વારો ન આવે તેના માટે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બે દિવસ બંધ રાખવામાં આવ્યા હતા. વાવાઝોડાનો ખતરો દૂર થયચા બાદ વાતાવરણ સ્વસ્થ થઈ ગયું છે. જેથી સૌરાષ્ટ્રના બધા યાર્ડ આવતીકાલથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. તેમજ જણસી યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે. દરેક એપીએમસી દ્વારા ખેડૂતોનો માલ સલામત સ્થળે ઉતારવા માટે કાળજી લેવામાં આવશે. જેથી ખેડૂતોનો માલ બગડે નહીં.

tags:

LEAVE YOUR COMMENT