1. Home
  2. Political
  3. બીએસપી પ્રમુખ માયાવતીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નેતરામ સામે મોટી કાર્યવાહી, 12થી વધારે સ્થાનો પર દરોડા
બીએસપી પ્રમુખ માયાવતીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નેતરામ સામે મોટી કાર્યવાહી, 12થી વધારે સ્થાનો પર દરોડા

બીએસપી પ્રમુખ માયાવતીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નેતરામ સામે મોટી કાર્યવાહી, 12થી વધારે સ્થાનો પર દરોડા

0

બીએસપી પ્રમુખ અને યુપીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીના મુખ્ય સચિવ રહી ચુકેલા નેતરામ વિરુદ્ધ ઈન્કમટેક્સની મોટી કાર્યવાહી ચાલી રહી છે. નેતરામના લખનૌ અને દિલ્હી ખાતેના 12 ઠેકાણાઓ પર આઈટીની ટીમઓ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. માયાવતીની સરકારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પર 100 કરોડથી વધારેના ફંડની હેરફેરનો આરોપ છે.

વિભિન્ન મીડિયા રિપોર્ટમાં એવી અટકળો લગાવાઈ રહી હતી કે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી નેતરામ આ વખતે બીએસપીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડવાની પણ તૈયારી કરી રહ્યા હતા. જાણકારી મુજબ, ભૂતપૂર્વ આઈએએસ નેતરામ માયાવતીના 2007થી 2012 દરમિયાનના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં તેમની બેહદ નજીક હતા. ત્યારે તેઓ તત્કાલિન મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ તરીકે કાર્યરત હતા. એક ન્યૂઝચેનલે આઈટી ઓફિસ ખાતેના પોતાના એક સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે નેતરામે 100 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી અને ટેક્સચોરી કરી છે. કથિત ટેક્સ ચોરીની જાણકારી મેળવવા માટે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. દરોડાની કાર્યવાહી સવારે શરૂ થઈ હતી અને મોડી સાંજ સુધી તેના ચાલવાના આસાર છે. મહત્વપૂર્ણ છે કે જાન્યુઆરીની શરૂઆતથી જ માયાવતી વિરુદ્ધ ઈડીએ સકંજો કસવાનું શરૂ કર્યું હતું. માયાવતીના કાર્યકાળમાં બનેલી હાથીઓની અને મહાન દલિત હસ્તીઓની પ્રતિમાના ખર્ચનું વિવરણ પણ ઈડી ચકાસી રહી છે. જો કે આના સંદર્ભે માયાવતી અને તેમના ગઠબંધનના સાથીપક્ષના સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ પણ લગાવ્યો હતો.

યુપીમાં બીએસપી પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે ગઠબંધન કહરીને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. માનવામાં આવે છે કે તેમના ગઠબંધનની અસર લોકસભા ચૂંટણીમાં ઘણી હદે જોવા મળે તેવી શક્યતા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ મોટાભાગે ભાજપની સોશયલ મીડિયા પર ટીકા કરતા રહે છે. તાજેતરમાં બીએસપી પ્રમુખ માયાવતીએ પણ સોશયલ મીડિયાની દિશા પકડી છે અને તેઓ પણ સતત મોદી સરકારની નીતિઓને નિશાને લઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT