1. Home
  2. Political
  3. હું લોકસભા ચૂંટણી નહીં લડું: માયાવતી
હું લોકસભા ચૂંટણી નહીં લડું: માયાવતી

હું લોકસભા ચૂંટણી નહીં લડું: માયાવતી

0

લોકસભા ચૂંટણીની તેજ થઈ રહેલી રાજકીય હલચલ વચ્ચે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ મોટું એલાન કર્યું છે. લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માયાવતીએ કહ્યું છે કે તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી લડશે નહીં. માયાવતીએ ભાજપ પર પણ નિશાન સાધ્યું છે.

મીડિયા સાથે વાતચીત કરતા બીએસપીના પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે હું જ્યારે ઈચ્છું લોકસભાની ચૂંટણી જીતી શકું છું. અમારું ગઠબંધન સારી સ્થિતિમાં છે. હું લોકસભાની ચૂંટણી લડીશ નહીં. આગળ જરૂરિયાત ઉભી થવા પર કોઈપણ બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકે તેમ છે. આ પહેલા માયાવતી નગીના લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલુ થઈ હતી.

માયાવતીએ કહ્યું છે કે હાલની સ્થિતિ સિવાય બીએસપી અને જનહિતને જોતા તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું છે કે આગળ જ્યાંથી ચાહું બેઠક ખાલી કરાવીને ચૂંટણી લડીને સંસદમાં જઈ શકું છું. મારા ચૂંટણી લડવાથી કાર્યકર્તાઓ મનાઈ કરવા છતા મારી લોકસભા બેઠક પર પ્રચાર કરવા આવશે, તેના કારણે બાકીની બેઠકો પરની ચૂંટણી પર અસર પડશે. હું આના કારણે આ નિર્ણય કરી રહી છું.

મહત્વપૂર્ણ છે કે યુપીમાં લોકસભાની 80 બેઠકો પર એસપી-બીએસપી અને આરએલડી ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. બીએસપી 38, સમાજવાદી પાર્ટી 37 અને આરએલડી ત્રણ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. તો બે બેઠકો અમેઠી અને રાયબરેલી પર ગઠબંધન દ્વારા કોંગ્રેસના ઉમેદવારો સામે કોઈ ઉમેદવાર ઉતારવામાં આવ્યા નથી. આ પહેલા સોમવારે બીસએપી પ્રમુખ માયાવતીએ કોંગ્રેસની દરિયાદિલીને કોઈ ભાવ નહીં આપતા કહ્યું હતું કે કોંગ્રેસ સાત બેઠકો છોડવાનો ભ્રમ ફેલાવે નહીંઅને તે યુપીની તમામ 80 બેઠકો પર પોતાના ઉમેદવારને ઉતારવા માટે સ્વતંત્ર છે.

માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું છે કે બીએસપી ફરી એકવાર સ્પષ્ટપણે કહેવા ઈચ્છે છે કે યુપી સહીત આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી સાથે તેમનો કોઈપણ પ્રકારનો તાલમેલ અને ગઠબંધન વગેરે બિલકુલ પણ નથી. અમારા લોકો કોંગ્રેસ દ્વારા તાજેતરમાં ફેલાવાઈ રહેલા જાતભાતના ભ્રમમાં બિલકુલ આવે નહીં. આ ટ્વિટને રિટ્વિટ કરીને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ તેમનું સમર્થન કર્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT