in ,

સ્વામી વિદિતાત્માનંદજીના શતાભિષેક મહોત્સવની વૃક્ષારોપણ થકી ઉજવણી, મેયર બિજલબહેન પટેલ રહ્યા હાજર

સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીના શતાભિષેક વર્ષ મહોત્સવ અંતર્ગત થઈ રહેલા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યોની સાથે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ દ્વારા વૃક્ષારોપણના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

30 જૂન, 2019ના રોજ રવિવારે સવારે આઠ વાગ્યાથી 10.-30 વાગ્યા દરમિયાન આધ્યાત્મ વિદ્યામંદિરની બાજુમાં એવલોન હોટલ રોડ, રવિજાની પાછળ, થલતેજ અમદાવાદ ખાતે સૌને સાથે મળીને ધરતીમાતો ખોળો ભરવા અને લીલુડા આનંદ સાથે આ વૃક્ષારોપણના એક નવતર પ્રયોગમાં સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ અનોખા વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી બિજલબહેન પટેલ પણ હાજર રહ્યા હતા. આમ તો હાલ દુનિયાની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક ગ્લોબલ વોર્મિંગ છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ ઘટાડવા માટે દુનિયાને વૃક્ષં શરણં ગચ્છામિ થવું પડશે. પર્યાવરણની સાથે સામંજસ્યતા સાધીને માનવીએ કુદરતી સંશાધનોના ઉપભોગની માનસિકતામાંથી તેને પુરક ગણીને તેની સાથે મિત્રતા કેળવવી પડશે. તેનાથી આગળ વધીને માત્ર મિત્રતા નહીં, પણ પ્રકૃતિ માતા છે અને માનવી સહીતના જીવ તેના સંતાન છે, તેવી એક માનસિકતા પણ કેળવવી પડશે.

ત્યારે વિદિતાત્માનંદજીના શતાભિષેક મહોત્સવની વૃક્ષારોપણ થકી ઉજવણી ખરેખર યુવાન વર્ગને એક માર્ગ ચિંધનાર છે. વૃક્ષોમાં જીવ હોવાનું ભારતમાં આદિકાળથી કહેવામાં આવે છે. આધુનિક સમયમાં ભારતના જ વૈજ્ઞાનિકે વૃક્ષોમાં જીવ હોવાનું સાબિત કર્યું હતું. સાત્વિક ઊર્જાથી વૃક્ષોનો ઉછેર પણ એક અનોખી શરૂઆત છે.

મંત્રોચ્ચાર અને શ્લોકોચ્ચાર વચ્ચે હવનની સાથે આ વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. થલતેજ વિસ્તારમાં રોજ નિયમિતપણે પ્લોટ પર વિષ્ણુસહસ્ત્રનામાવલિના સૂર રેલાશે અને એક સાત્વિક ઊર્જાના સહારે 2500 જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે.

આ કાર્યક્રમનું આયોજન આધ્યાત્મ વિદ્યામંદિર અને એચ. કે. અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Noose tightening on Nirav, Mallya

એસિડિટીમાં રાહત ઈચ્છો છો ? તો ધરેલું નુસ્ખા ધ્યાનમાં રાખો