REGIONALગુજરાતી

ઇસરોલના મહાકાળી ગઢી મંદિરે ચૌધરી સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ

મોટી ઇસરોલ : મોટાસા તાલુકાના ઈસરોલ નજીક આંજણા ચૌધરી પટેલ સમાજના આગેવાનોની મળેલી બેઠકમાં સગઠનને વધુ મજબુત બનાવવા માટે આગેવાનોએ તૈયારી દર્શાવી હતી.

મોડાસા તાલુકાના ઇસરોલ નજીક મહાકાળી ગઢી મંદિરે  સાબરકાંઠા-અરવલ્લી આંજણા ચૌધરી પટેલ સમાજ સેવા મંડળના સંગઠનના ભાગ રૂપે મોડાસા તાલુકાના ઉત્તરના 20થી વધુ ગામોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં  મોટી ઇસરોલ, ઉમેદપુર, રખિયાલ, ગોખરવા, રાજપુર, બોલુદરા, લાલપુર, નવા, વરથું, જીતપુર, ટીટોઇ, કુડોલ, જબુંસર, બામણવાડ ઉમેદપુર-દધાલિયા, ,સજાપુર-ટીટીસર, મેઢાસણ ગામોને આવરી લઈને યોજવામાં આવેલી આ બેઠકમાં પ્રારંભે સમાજના મંત્રી અને અરવલ્લી જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલે સૌને આવકારીને બેઠકનો હેતુ સમજાવીને સંગઠન મજબૂત બનાવવા ઉપર ભાર મુક્યો હતો. નવા સંકુલના કામમાં દરેક ગામના આગેવાનોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત અડા આઠમ ચૌધરી સમાજના પ્રમુખ વિશાભાઈ  પટેલે  બન્ને જિલ્લાના  ચૌધરી સમાજના નવા સંગઠનમાં પૂરો સાથ-સહકાર આપવા તૈયારી દર્શાવી હતી. જ્યારે આઠમ ચૌધરી સમાજનામંત્રી પ્રભુદાસભાઈ એલ.પટેલ(રખિયાલ),નિવૃત પી.આઈ. કનુભાઈ બી.પટેલઉમેદપુર), કુડોલ અર્બુદા શરાફી સહકારી મંડળીના સેક્રેટરી ચેતનભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક ઉંદબોધનમાં બે જિલ્લાના  નવા સંગઠનના હેતુ, અને રચનાત્મક અભિગમને બિરદાવી કેટલાક સૂચનો કર્યા હતા અને સૌએ સમાજના  અધ્યક્ષ જશુભાઈ પટેલ ઉપરાંત સહકારી આગેવાન કનુભાઇ પટેલ, પ્રમુખ દામુભાઈ અને મહામંત્રી  કેશુભાઈ પટેલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સમાજ માટે જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે  તેમાં  પૂરો સહયોગ કરવા અહીં ઉપસ્થિત આગેવાનોએ  તમામ ગામોનાં અગ્રણીઓને  અપીલ કરી હતી.

Related posts
REGIONALગુજરાતી

અરવલ્લી: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોડાસાના સફાઇ કર્મીઓને સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ

સફાઇ સેનાનીઓની આરોગ્યની ચિંતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ કરી મોડાસા નગરના 190 સફાઇ કર્મીઓને સેનેટાઇઝર-માસ્કનું વિતરણ આ સેવાકીય કાર્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કરાયું…
REGIONALગુજરાતી

મોડાસાની વિદ્યાર્થિની ધો-10માં અરવલ્લી જિલ્લામાં પ્રથમ

મોટી ઇસરોલ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસ.એસ.સી.ની માર્ચ 2019ની પરીક્ષામાં મોડાસાની પ્રાર્થના સ્કૂલની વિદ્યાર્થિની નૈયા હિમાંશુકુમાર પટેલે ૯૯.૯૭ PR…
REGIONALગુજરાતી

મોડાસામાં તબીબી ક્ષેત્રે સિદ્ધીઃ લેપ્રોસ્કોપીક અને એન્ડોસ્કોપીક ટ્રાન્સમિશન પધ્ધતિથી આઠ સફળ ઓપરેશન કરાયાં

( પ્રભુદાસ પટેલ દ્વારા) મોટી ઇસરોલ: અરવલ્લી જિલ્લામાં શિક્ષણનું હબ બનેલું  મુખ્ય મથક મોડાસા  હવે  આરોગ્ય ક્ષેત્રે પણ મોટું હબ બનવા જઈ…

Leave a Reply