in , , , ,

ચેતી જજો, અમદાવાદમાં વધી રહ્યા છે માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોન

અમદાવાદમાં કોરોનાવાયરસના કેસમાં વધારો થયો છે જેના પગલે કોરોનાવાયરસનું સંક્રમણ વધારે પડતું અટકાવવા માટે શહેરમાં નવા 7 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. અમદાવાદના લગભગ ૪૪ જેટલા વિસ્તારોનો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ચાંદલોડિયા, બોડકદેવ, સરખેજ, વાસણા, સાબરમતી, નારાણપુરા, ચાંદખેડામાં આવેલી કેટલીક સોસાયટી અને ચાલીઓનો માઈક્રો કન્ટેન્ટમેનટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન માં 44 વિસ્તારનો સમાવેશ થાય છે. નવા લગભગ 1252 ઘરનો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરાયો છે.

લોકોની રોજગારી અને ધંધાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે પરંતુ કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે વધારે સતર્કતા રાખવી અનિવાર્ય બની છે અને તેનાથી જ આપણે પોતાને સંક્રમિત થયા બચાવી શકીએ છે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કોરોનાવાયરસના સતત વધતા કેસ, લોકો માટે બની રહ્યા છે ચીંતાનો વિષય

“જેનો શોખ હોય તેને બિઝનેસ બનાવો, તો થાક નહીં લાગે અને કામ એ કામ નહી લાગે”: ડૉ. જગત શાહ