in ,

વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટઃ એક લાખથી વધુનું સ્થળાંતર

અમદાવાદઃ વાયુ વાવાઝોડાની સૌથી વધારે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારના લોકોને થશે. જેથી તંત્ર દ્વારા દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લગભગ 4 લાખ લોકોને સ્થળાંતર કરવામાં આવશે. આ ઉપરાંત અસરગ્રસ્તો માટે ફૂડપેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વાયુ વાવાઝોડામાં રાજ્યના દરિયાકાંઠાના 4 લાખ લોકોને અસર થવાની શકયતા છે. જેથી તંત્ર દ્વારા આ લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અછતગ્રસ્ત લોકોને સરકારી સ્કૂલ, કોમ્યુનિટી હોલ સહિતના સ્થળો ઉપર રાખવામાં આવ્યાં છે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 1786 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેમાં ગોંડલમાંથી 106, જેતપુરમાંથી 271, ધોરાજીમાંથી 672 અને ઉપલેટામાંથી 425 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરિયાઝ બારામાંથી 400થી વધુ લોકોને એસટી બસમાં શારદાગ્રામ સ્થળાંતર કરાઈ રહ્યું છે. પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે 130 શેલ્ટર હોમ બનાવાયા છે લગભગ 35 હજાર લોકોનું સ્થળાંતર કરાશે. અછતગ્રસ્ત લોકોને જમવાનું તથા નાસ્તા માટે સરકાર દ્વારા ફૂડપેકેટ બનાવવાની શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સેવા ભાવી સંસ્થાઓ દ્વારા પણ અછતગ્રસ્તો માટે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકારે પણ કુદરતી આફતની સામે લડવા માટેની કામગીરી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટાયર ફાટ્યા બાદ સ્પાઈસજેટની ફ્લાઈટનું જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

પુત્રીઓ દ્વારા પિંડદાનથી શંકરાચાર્ય નારાજ, કહ્યુ- મિલ્કતની લાલચમાં કરવામાં આવે છે આવું કામ