in ,

વાયુ વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 408 ગામોમાં સ્થળાંતરની કામગીરી

રાજકોટઃ કચ્છમાં વાયુ વાવાઝોડાની શકયતાને પગલે તંત્ર સાબદુ બન્યું છે. તેમજ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં વાવાઝોડાની અસર થવાની શકયતાને પગલે 15 ગામના લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને 12 ગામના લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા વાવાઝોડાને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત 408 ગામોમાં સ્થળાંતરની કામગીરી તેજ બનાવવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગણતરીના કલાકોમાં જ વાયુ વાવાઝોડુ ત્રાટકે તેવી શકયતાને પગલે આફતને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાની ઝપેટમાં આવનારા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કચ્છના ગાંધીધામ, કંડલા અને અંજારના 15 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. અહીં વસતા લોકોનું સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવામાં આવશે. સ્થળાંતરીત લોકો માટે વહિવટી તંત્ર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય અબડાસાના પણ 12 ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. ત્યારબાદ સ્થિતિને ધ્યાને રાખી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 31 તાલુકાના 408 જેટલા ગામોમાં લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદમાં વાતાવરણમાં આવ્યો પલટો

વાયુ વાવાઝોડુ વેરાવળથી 300 km દૂરઃ 150 kmની ઝડપથી ત્રાટકશે દરિયાકાંઠે