in , ,

સરસપુરમાં સાધુ-સંતો અને લાખો શ્રદ્ધાળુઓએ ગ્રહણ કર્યો પ્રસાદ

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં રથયાત્રા આવી પહોંચી હતી. સરસપુરમાં રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તોને પ્રસાદમાં મોહનથાળ, ફૂલવડી, બુંદી, પૂરી, શાક અને દાળભાત પીરસવામાં આવ્યો હતો.

ભગવાનના મોસાળ સરસપુરમાં રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો અને ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. વાસણશેરી, તળીયાની પોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, લુહાર શેરી, આંબલીવાડ, કડીયાવાડ, ઠાકોરવાસ, નાની સાળવીવાડ, ખત્રીવાડ, કબીરવાડ અને ભાવસારના ખાંચો, પાંચાવાડ ખાતે રસોડા ઉભા કરીને પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. સરસપુરના લગભગ 18 પોળોમાં રસોડામાં પ્રસાદ તૈયાર કરયો હતો.

સરસપુરમાં રથયાત્રાના પ્રવેશ સાથે જ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રજીનું મામેરુ કરવામાં આવ્યું હતું. બીજી તરફ વિવિધ પોળમાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને પ્રસાદી પીરસવામાં આવી હતી. ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળથી લઈ 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાક અને દાળભાત તૈયાર કરવામાં આવ્યા હતા. વર્ષોથી ચાલી આવતા આ મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભક્તો માટે સરસપુરની બહેનોએ જાતે પુરીઓ વણી હતી.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાહુલ ગાંધી કાયર, માત્ર મંદિરમાં જવાથી ફાયદો થતો નથી: ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

રિયાલિટી શો “ નચ લબિયેના ચાહકો માટે ગુડન્યૂઝઃ નચ બલિયેના સ્પર્ધકોના નામ થયા જાહેર