1. Home
  2. ગુજરાતી
  3. કેમ છો ટ્રમ્પની તૈયારીમાં 1 કરોડનો 3ડી કેમેરા લગાવાયો -લાખો લોકોના થશે પોલીસ વેરિફિકેશન અને પછી જ મળશે એન્ટ્રી
કેમ છો ટ્રમ્પની તૈયારીમાં 1 કરોડનો 3ડી કેમેરા લગાવાયો -લાખો લોકોના થશે પોલીસ વેરિફિકેશન અને પછી જ મળશે એન્ટ્રી

કેમ છો ટ્રમ્પની તૈયારીમાં 1 કરોડનો 3ડી કેમેરા લગાવાયો -લાખો લોકોના થશે પોલીસ વેરિફિકેશન અને પછી જ મળશે એન્ટ્રી

0
  • ઈગુજકોપમાં ચેક કરાશે પોલીસ રેકોર્ડ
  • રોડ શોમાં ટ્રમ્પ અને મોદીની 40 કાર સહીત 15 પોલીસ વાહન
  • મોદી-ટ્રમ્પના સ્વાગતમાં 1.25 લાખ લોકો રહેશે ઉપસ્થિત
  • 55 ગાડીઓનો કાફલો હશે રોડ શોમાં
  • રોડને શુશોભિત બનાવવા માટે બોટલપામ સહિતનાં વૃક્ષો રોપવાનું ટેન્ડર પાસ
  • અનેક રસ્તાઓ પરથી પશુંઓનો ત્રાસ હટાવાશે
  • ઢોર પકડવાની કવાયત પણ હાથ ધરવામાં આવી

તાજેતરમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે.આ સાથે જ મોદી અને ટ્રમ્પના રોડ શોમાં અંદાજે સવા લાખથી પણ વધુ લોકોને ઈન્વાઈટ કરવામાં આવ્યા છે.તે સાથે જ સુરક્ષાના ભાગ રુપે આવનારા તમામ લોકોનું પોલીસ વેરિફિકેશન પણ ફરજિયાત કરવામાં આવશે,વેરિફિકેશનની તમામ જવાબદારીઓ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસપીને સોપવામાં આવી છે.તો વળી સિક્યોરિટી પોઈન્ટ માટે ખાસ 1 કરોડ રપિયાનો 3ડી કેમેરા પણ લગાવવામાં આવ્યો છે.

ટ્રમ્પ અમદાવાદના એરપોર્ટ પર પ્રસ્થાન કરે તે પહેલા દેશના વડા પ્રધાન મોદી એરપોર્ટ પર તેમના સ્વાગતમાં આવી પહોંચશે, તે સાથે જ  કાર્યક્રમમાં બોલાવવામાં આવેલા અંદાજે 1 લાક 25 હજાર લોકોના નામ ઠેકાણાના આધાર પર ઈ ગુજકોપમાં તેમનો ક્રિમિનલ ઈતિહાસ તપાસ કરવામાં આવશે,જો આ તપાસ દરમિયાન કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ કે ગુનાહીત રોકોર્ડ ધરાવતો હશે તો તેને પ્રવેશ આપવામાં આવશે નહી.

ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં 15 હજાર લોકોનો કાફલો જોડાવાનો હોવાથી આ પણ પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થશે. ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં 55 ગાડીઓનો કાફલો હશે.જેમાં 40 જેટલી ગાડીઓ તો ટ્રમ્પ અને મોદીના કાફલામાં કાયમ માટે જ તહેનાત રહેનારી છે. જ્યારે અન્ય ગાડીઓમાં પોલીસ અધિકારીઓની ગાડીઓનો સમાવેશ થાય છે.

આ સાથે જ વિશ્વના ભવ્ય મોટેરા સ્ટેડિયમમાં આવનારા 1 લાખ લોકો માટે 2 હજારથી પણ વધુ બસની સુવિધા ઊભી કરવામાં આવી છે.આ દરેક આમંત્રિત લોકોએ ફરજિયાત બસમાં જ આવવાનું રહેશે. અમેરીકી પ્રમુખની મુલાકાત માટે રોડ, લાઈટિંગ, ગાર્ડનિંગ સહિતની તમામ કામગીરી  માટેની મંજૂરી ગુરુવારે યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આપવામાં આવી છે

આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર દરેક વિમાન સેવાનું સંચાલન રોકીને સમગ્ર એરપોર્ટને નો-  ફ્લાય ઝોનમાં રાખવામાં આવશે. તે ઉપરાંત અનેક સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પના આવતા પહેલા જ અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે,પોલીસ સુરક્ષાનો બંદોબસ્ત પણ અત્યારથી જ ગોઠવવામાં આવી ચૂક્યો છે.

ક્રાઇમબ્રાંચ દ્રારા 1 કરોડની કિંમતનો 3ડી ઈફેક્ટ કેમેરા પણ સુરક્ષાના ભાગરુપે લગાવામાં આવ્યો છે. આ કેમેરા 360 ડિગ્રીથી ફોટા કેપ્ચર કરી શકે છે,મોટેરા સહિતના ટ્રમ્પના રોડ શો થનારા રૂટ પર પ્રાણીઓની અવર જવર પર નિયંત્રણ રાખવા વિભાગની ટીમો દ્વારા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે

ચીમનભાઈ બ્રિજથી લઈને સ્ટેડિયમ, ઝુંડાલ સર્કલ, મોટેરા ખાતેના વિસ્તાર પરના રોડની શોભામાં વધારો કરવા માટે 3.68 કરોડના ખર્ચે બોટલપામ સહિતનાં વૃક્ષો રોપવાનું ટેન્ડર પણ તાત્કાલીક મંજૂર કરવામાં આવ્યું છે.

 અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી ડાયરેક્ટ અમદાવાદ એરપોર્ટ પર આગમન કરનાર છે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સુરક્ષાના ભાગ રૂપે તમામ રસ્તા પર ફાયર બ્રિગેડ પણ ડ્રોન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સમગ્ર વિસ્તારમાં સિક્યુરિટી પોઇન્ટ પણ ઊભા કરવામાં આવશે. સ્ટેડિયમની અંદર બહાર અને પાર્કિંગના સ્થળોએ પણ ફાયર ટેન્ડર તહેનાત કરવામાં આવશે,આમ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની યાત્રાને સુરક્ષાથી સજ્જ કરવાના પ્રયાસો વાયુવેગ ચાલી રહ્યા છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.