in , , ,

‘મિસાઈલમેન’-સરળ સ્વભાવ અને સાદગીભર્યા જીવનમાંથી ઉભરી આવતું કલામ સાહેબનું વ્યક્તિત્વ

  • 15 ક્ટોબરનો આ દિવસ છે ખાસ
  • મિસાઈલમેન તરીકે જાણિતા કલામ સાહેબનો  જન્મ દિવસ
  • ભારતની સરહદોને સુરક્ષિત રખવામામે તેમનું મહત્વનું યોગદાન
  • એક સમયે રાજીનામુ સાથે રાખીને ફરતા
  • કઈ પણ ખોટૂ થાય તેની જવાબદારી લેવા તૈયાર હતા
  • પોતાના પદનો ત્યાગ કરવા પણ તૈયાર રેહતા

ઈતિહાસમાં 15 ઓક્ટોબરનો દિવસ ખાસ રહ્યો છે,ભારતીય સેનાની તાકાતને વેગ આપવામાં કલામ સાહેબનો મહત્વનો ફાળો રહ્યો છે,ભારતને મિસાઈલ અને પરમાણું શકિત સંપન્ન કરાવનારા પૂર્વ રાષ્ટ્રપતિ  એપીજે અબ્દુલ કલામનો આજે જન્મ દિવસ છે, જેને ક્યારેય ભૂલી ન શકાય. તેઓ એક મહાન વૈજ્ઞાનિક હતા તેની સાથે જ તેઓ શાંત વ્ય્કતિત્વ ઘરાવતા હતા,તેઓ ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું સપનું જોતા હતા.

કલામ સાહેબની આગેવાનીમાં ભલે સૌથી ખતરનાક અને ઘાતક  ડિફેંસ મિસાઈલોનું નિર્માણ થયું હોય,પરંતુ તેઓ હમેંશા સહજ રેહતા,તેમનો સ્વભાવ ખુબ જ શાંત હતો તેઓ એક સરળ ને સહજ નેતા તરીકે વિશ્વ સામે આવ્યા હતા.કલામજીનું વ્યક્તિત્વ વિશ્વભરના લોકો માટે પ્રેરણાદાયક રહ્યું છે. તે જેટલા સારા વૈજ્ઞાનિક હતા, તેટલા જ સારા માણસ હતા. તેમને કોઈને પણ દુખ પહોંચાડવું ક્યારેય મંજૂર નહોતુ.ભલે પછી તે વ્યક્તિ હોય કે પ્રાણીઓ.

એક વાર એવી ઘટના બની હતી કે,સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનમાં કલામજી અને તેમની ટીમ બિલ્ડિંગની સલામતી અંગે ચર્ચા કરી રહી હતી. ટીમે તેમને સૂચવ્યું કે કાંચના ટુકડા બિલ્ડિંગની દિવાલો પર મૂકવા જોઈએ. પરંતુ ડો.કલામે ટીમના આ સૂચનને ઠુકરાવ્યું અને કહ્યું કે જો આપણે આ કરીશું તો પક્ષીઓ આ દિવાલ પર બેસી નહી શકે.આ રીતે તેમનો પશુ પક્ષીઓ પ્રેમ જોઈ શકાયો.

કલામ સાહેબનું જીવન સફર કેવું રહ્યું

– વર્ષ 1962મા કલામ સાહેબ પ્રથમ વખત ભારતીય અંતરિક્ષ અનુસંઘાન કેન્દ્ર પહોંચ્યા,તેઓ પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા,જ્યારે ભારતે પોતાનો સ્વદેશી ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એસએલવી-3 બનાવ્યું,કલામે સ્વદેશી ગાઈડેડ મિસાઈલને ડિજાઈન કર્યું,કલામે સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલની રચના કરી, જેના કારણે અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલો ભારતીય ટેકનોલોજી બની.

– વર્ષ 1992 થી 1999 સુધી કલામ રક્ષામંત્રીના સલાહકાર પણ રહ્યા,જ્યારે વાજપેય સરકારે પોખરણમાં બીજીવાર ન્યૂક્લિયર ટેસ્ટ કર્યું ત્યારે કલામ સાહેબે મહત્વની ભૂમિકા ભજવી હતી.

-કલામની આગેવાનીમાં જમીનથી હવામાં માર કરનારી મિસાઈલ,ટૈંકભેદી મિસાઈલ અને રિએન્ટ્રી એક્સપ્રિમેન્ટ લોન્ચ વ્હીકલ પર ખૂબ કામ કર્યું, પૃથ્વી,ત્રિશુલ,કાશ,નાગ નામની મિસાઈલોનું નિર્માણ કર્યું

કઈ રીતે બન્યા કલામ સાહેબ મિસાઈલ મેન

વર્ષ 1985ના સપ્ટેમ્બર મહિનામાં ત્રિશૂલનું પરિક્ષણ, ફેબ્રુઆરી 1988મા પૃથ્વી અને મે મહિનામાં 1989મા અગ્નિનું પરિક્ષણ કર્યું.ત્યાર પછી 1998મા તેમણે રુસ સાથે મળીને ભારતે સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બનાવવાનું કામ શરુ કર્યું, અને બ્રહમોસ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી,બ્રહમોસ ઘરતી,આસમાન અને દરિયા ક્યાયથી પણ પ્રક્ષેપિત કરી શકાય છે, આમાં સફળતા મળતાની સાથે કલામજીને મિસાઈલ મેનની ખ્યાતિ મળી અને તેમને પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા.

કલામ સાહેબની સફળતાઓ

એપીજે અબ્દુલ કલામને 1981મા  ભારત સરકારે પદ્મ ભૂષણ અને પછી 1990મા પદ્મ વિભૂષણ અને 197મા દેશના સર્વોચ્વ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા

તેઓ રાજીનામુ સાથે રાખતા હતા

ડીઆરડીઓના પૂર્વ ચીફએ દાવો કર્યો કે ,અગ્નિ મિસાઈલ ટેસ્ટ વખતે કલામ ખૂબ ચિંતાતૂર રહેતા,તે સમય દરમિયાન કલામ સાહેબ પોતાનું રાજીનામુ સાથે લઈને ફરતા હતા,તેમનું કેહવું હતું કે “જો ક્યારેય પણ કંઈક ખોટૂ થશે તો તેની જવાબદારી મારા શીરે હું લઈશ અને હું મારા પદનો ત્યાગ કરીશ”.

કલામ સાહેબ કેવી રીતે બન્યા મહાન વ્યક્તિ

એક વાર જ્યારે કલામ સાહેબ કોઈ ઈવેન્ટમાં પહોંચ્યા અને ત્યા સ્પીચ આપતા હતા ત્યારે એક બાળકીએ સ્ટેજ પર જઈને પૂછ્યું તેમ આટલા મહાન કઈ રીતે બન્યા ? આ વાતનો જવાબ જ્યારે કલામ સાહેબે આપ્યો ત્યારે સૌ કોઈ હસવા લાગ્યા, કલામ સાહેબે તે બાળકીને પૂછ્યું, તું કયા ઘોરમમાં અભ્યાસ કરે છે? બાળકીએ જવાબ આપ્યો,ચોથા ઘોરણમાં,ત્યાર બાદ કલામ સાહેબે પૂછ્યું તમારુ જીવનમાં શું સપનું છે ?તેણે ક્હ્યું હું સિંગર બનવા માંગું છું,ત્યાર બાદ કલામ સાહેબે કહ્યું કે,મને નથી ખબર કે હું કઈ રીતે મહાન બન્યો, આ દરેક બાબત રિલેટિવ ટર્મ્સ છે,પરંતુ તે કહે છે કે દરેકનું કંઈક ને કંઈક સપનું હોવું જોઈએ.

તેમણે બાળકીને કહ્યું ,દરેકનું એક તો સપનું હોવું જોઈએ,આપણે સતત શીખતા રહેવું જોઈએ,આપણે મહેનત કરવી જોઈએ, અને ડરવું જોઈએ નહી,છેલ્લે કલામે કહ્યું કે જો તમે જીવનમાં આ દરેક બાબતો પર અમલ કરશો તો તમારી જીત પાક્કી  છે.

કલામ સાહેબ દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ બન્યા છે, વર્ષ 2002 થી 2007 સુધી તેઓ આ પદ પર રહ્યા હતા,રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમને દરેક રાજનીતિક દળોનો સહકાર રહ્યો હતો,તેમના સામે રાષ્ટ્રપતિ પદ માટે ભારાતીય સ્વતંત્રતા સંગ્રામની ક્રાંતિકારી નેતા લક્ષ્મી સહગલ હતા,અને આ પદ માટે કલામ સાહેબ સફળ રહ્યા હતા.

દેશના 11મા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને અનેક સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા,તેઓ લોક લાડીલા રાષ્ટ્રપતિ હતા,દરેકને તેમના પ્રત્યે અનહદ પ્રેમ રહ્યો છે,આજે પણ દેશની જનતા કલામ સાહેબને યાદ કરે છે, તેમના ગુણ ગાય છે, તેનું કારણ જ છે કે કલામ સાહેબ હંમેશા સરળ રહેતા હતા દરેક પ્રેત્ય્ સમ્માન માન રાખતા હતા ક્યારેય તેમણે કોઈ પક્ષપાત કર્યો નહોતો.આજે પણ તેમની મહાનતા તેમના નામમાં છલકાતી જોવા મળે છે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પહેલા જેટ એરવેઝમાં નોકરી ગુમાવી, પછી PMCમાં ફસાયા 90 લાખ…હાર્ટ એટેકથી થયું મોત

‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા… કાટ ડાલેગા’, ચાર યુવાનોએ પોલીસ સ્ટેશનમાં બનાવ્યો વીડિયો