BUSINESSNATIONAL

મિઝોરમમાં લાગુ પડ્યો અઘરો નિયમ, કાર – સ્કૂટરમાં આટલું જ પેટ્રોલ-ડીઝલ ભરી શકાશે

  • મિઝોરમ સરકારે નક્કી કરી ઇંધણની માત્રા
  • સ્કૂટરમાં 3 લિટર અને કારમાં 10 લિટર સુધી પેટ્રોલ-ડીઝલ ભરી શકાશે
  • ખાદ્ય ચીજો વહન કરતા વાહનને ફૂલ ટાંકી ભરવાની છૂટ

નવી દિલ્લી: પેટ્રોલ ડીઝલના ભાવમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. એક તરફ કોરોનાની મહામારીને કારણે લોકોના ઘંધા અને રોજગાર ઠપ્પ છે.. તો બીજી તરફ પેટ્રોલ – ડીઝલમાં ભાવ વધારો લોકોને હેરાન કરી રહ્યો છે.

મિઝોરમ સરકારે મંગળવારે ઈંધણની માત્રા નક્કી કરી નાખી છે. મિઝોરમમાં હવે સ્કૂટરમાં ફક્ત 3 લિટર અને કારમાં 10 લિટર સુધી પેટ્રોલ-ડીઝલ ભરી શકાશે. દરેક પ્રકારના વાહન માટે એક લિમિટ નક્કી કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, કોરોના વાયરસના કારણે લોકકાઉન છે અને ટેન્કર સમયસર પહોંચતા નથી. જેના કારણે ત્યાં પેટ્રોલ ડીઝલની કમી વર્તાઈ રહી છે. એ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પછી મિઝોરમની રાજધાની આઈજોલમાં પેટ્રોલપમ્પ પર લાઈન લાગી ગઈ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્કૂટર માટે 3 લિટર, અન્ય ટુ-વ્હીલર્સ માટે 5 લિટર, કાર, મેક્સી કેબ, મિની ટ્રક માટે 10 લિટર, જિપ્સી માટે 20 લિટરની મંજૂરી આપી છે. તો, ટ્રક અને બસો માટે 100 લિટરની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય પેટ્રોલ પમ્પથી ગેલન કે અન્ય કોઈપણ ચીજોમાં પેટ્રેલ-ડીઝલની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચોખા અને અન્ય ખાદ્ય ચીજો વહન કરતા વાહનને ફૂલ ટાંકી ભરવાની છૂટ છે. અધિકારીઓનું કહેવું છે કે, આ વાહનો માલ લઈ જતા હોય છે, તેથી આ નવા નિયમ તેમના માટે લાગુ પડશે નહીં.

_Devanshi

Related posts
EnglishHEALTHCAREINTERNATIONAL

Everybody in the UK have to stay alert after end of the complete stay-at-home lockdown: UK Government

New Delhi: Government of the United Kingdom (UK) is going end the complete stay at home lockdown on December 2. To stop…
Important StoriesNATIONAL

26/11ના મુંબઈ હુમલાની આજે 12મી વર્ષગાંઠ: મુંબઈ પોલીસ શહીદોને આપશે શ્રદ્ધાંજલિ

મુંબઈ હુમલાની આજે 12 મી વર્ષગાંઠ મુંબઈ પોલીસ શહીદોને આપશે શ્રદ્ધાંજલિ રાજ્યપાલ- મુખ્યમંત્રી થશે સામેલ મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ થયેલા…
EnglishINTERNATIONALPolitical

China funded ISI to disrupt peace in India: Report

New Delhi: Beijing takes every unnecessary step to disturb the peace in India and now a report says that China funded Pakistani…

Leave a Reply