REGIONALગુજરાતી

મોડાસાની વિદ્યાર્થિની ધો-10માં અરવલ્લી જિલ્લામાં પ્રથમ

મોટી ઇસરોલ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસ.એસ.સી.ની માર્ચ 2019ની પરીક્ષામાં મોડાસાની પ્રાર્થના સ્કૂલની વિદ્યાર્થિની નૈયા હિમાંશુકુમાર પટેલે ૯૯.૯૭ PR અને ૯૫.૮૩ ટકા મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યો છે.

S.S.C માર્ચ ૨૦૧૯ ની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીની નૈયા પટેલે દોલપુર કંપાથી અપડાઉન કરી વધારાના કોઈપણ કોચિંગ કે ટ્યુશન વગર માત્ર શાળામાં મેળવેલા માર્ગદર્શનથી આવું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળાના ચેરમેન કનુભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર  મંથન રાજગુરુ તથા ટ્રસ્ટી નટુભાઈ પટેલે જીલ્લામાં પ્રથમ આવનાર તથા જીલ્લાના ટોપ 10  સ્થાન પ્રાપ્ત કરનાર અન્ય વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારને ઉજ્વળ પરિણામ માટે શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ  CBSE બોર્ડના પરિણામમાં પણ પ્રાર્થના સ્કૂલ ના વિદ્યાર્થીઓ જિલ્લામાં પ્રથમ રહ્યા હતા. છેલ્લા સતત ત્રણ વર્ષથી અને શાળાની  પ્રથમ બેચથી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શાળાના વિદ્યાર્થીઓ અગ્રક્રમે રહી જિલ્લાનું ગૌરવ વધારે છે.

Related posts
Important StoriesNATIONAL

TRANSFORMATIONAL REFORMS IN RAILWAYS, BANKING JOB RECRUITMENT

– Manas Dasgupta NEW DELHI, August 19: Reaching out to the youths seeking jobs, the union cabinet has approved creation of National Recruitment…
REGIONALગુજરાતી

અરવલ્લી: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોડાસાના સફાઇ કર્મીઓને સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ

સફાઇ સેનાનીઓની આરોગ્યની ચિંતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ કરી મોડાસા નગરના 190 સફાઇ કર્મીઓને સેનેટાઇઝર-માસ્કનું વિતરણ આ સેવાકીય કાર્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કરાયું…
REGIONALગુજરાતી

ઇસરોલના મહાકાળી ગઢી મંદિરે ચૌધરી સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ

મોટી ઇસરોલ : મોટાસા તાલુકાના ઈસરોલ નજીક આંજણા ચૌધરી પટેલ સમાજના આગેવાનોની મળેલી બેઠકમાં સગઠનને વધુ મજબુત બનાવવા માટે આગેવાનોએ તૈયારી દર્શાવી…

Leave a Reply