1. Home
  2. Political
  3. પીએમ મોદી પર બેફામ વાણીવિલાસ કરવામાં મર્યાદા ચુક્યા મમતા બેનર્જી!
પીએમ મોદી પર બેફામ વાણીવિલાસ કરવામાં મર્યાદા ચુક્યા મમતા બેનર્જી!

પીએમ મોદી પર બેફામ વાણીવિલાસ કરવામાં મર્યાદા ચુક્યા મમતા બેનર્જી!

0

ચૂંટણી જીતવાના ખુરશીના ખેલમાં ભાષાની મર્યાદાને વારંવાર ઓળંગીને એકબીજાના જાહેરમાં કપડા ધોનારા રાજકારણીઓનું સ્તર પ્રજા સામે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન સતત સામે આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીએ કૂચબિહાર ખાતેની એક રેલીમાં પીએમ મોદી પર ટીપ્પણીઓ કરવામાં જાહેરજીવનની મર્યાદાને ઓળંગીને બેફામ વાણીવિલાસ કર્યો છે.

મમતા બેનર્જીએ કહ્યું છે કે શું વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળને કોઈ મદદ આપી? મોદી પાસે ખેડૂતો અને મિડલ ક્લાસની સમસ્યાઓ પર ધ્યાન આપવાનો સમય હતો નહીં, કારણ કે તેઓ પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં સાડા ચાર વર્ષ દુનિયા જ ફરવામાં વ્યસ્ત રહ્યા.

મમતા બેનર્જી અહીં જ અટક્યા નહીં અને તેમણે ક્હ્યું હતુ કે ભારતમાં વિભિન્ન ધર્મોના લોકો હળીમળીને રહે છે, પરંતુ પીએમ મોદી એ કેવી રીતે જાણશે?કારણ કે તેમનો તો પરિવાર જ નથી અને ન તો તેઓ તમને લોકોને પરિવાર માને છે.

મમતા બેનર્જીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદીને સત્તા અને રાજકારણની બહાર કરવા જોઈએ અને તેમના મોંઢાને ગુંદરવાળી સર્જિકલ ટેપથી બંધ કરી દેવુ જોઈએ. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મોદી દરેકને ડરાવી અને ધમકાવી રહ્યા છે તથા ખોટું બોલી રહ્યા છે. ટીએમસી પ્રમુખે દાવો કર્યો છે કે જો ખોટું બોલવાની કોઈ પ્રતિસ્પર્ધા હોય, તો મોદીને આમા પહેલું ઈનામ મળશે.

મમતા બેનર્જીએ કહ્યું છે કે આ ચૂંટીમાં લોકો મોદીના હોઠ પર લ્યૂકોપ્લાસ્ટ લગાવી દેશે, જેથી તેઓ ખોટું બોલી શકે નહીં. દેશ માટે મોદીને માત્ર ખુરશી પરથી જ નહીં, પણ રાજકારણમાંથી બહાર કરવા જોઈએ.

કૂચબિહાર જિલ્લામાં રવિવારે વડાપ્રધાન મોદીની એ ટીપ્પણી પર કરી કે બેનર્જી અને ટીએમસી મોદીના ભયની માનસિકતાથી પીડિત છે, તેના ઉપર પલટવાર કરતા મમતા બેનર્જીએ પીએમ મોદીને ચેતવણી આપી છે કે તેઓ તેમને ધમકાવે નહીં,કારણ કે આવું કરવું તેમની સૌથી મોટી ભૂલ હશે.

મમતા બેનર્જીએ કહ્યું છે કે પાંચ વર્ષ દરમિયાન તેઓ સાડા ચારવર્ષ દુનિયા ફરતા રહ્યા. જ્યારે દેશભરમાં ખેડૂતો આત્મ હત્યા કરી રહ્યા હતા, ત્યારે તેઓ શું કરી રહ્યા હતા? જ્યારે નોટબંધીને કારણે લોકો મરી રહ્યા હતા અને કરોડો લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી, તો તેઓ શું કરી રહ્યા હતા?

LEAVE YOUR COMMENT