1. Home
  2. Political
  3. મિશન શક્તિ પર મચેલા ધમાસાણ વચ્ચે યેચુરીની ફરિયાદ પર ચૂંટણી પંચે માંગી પીએમ મોદીના ભાષણની નકલ
મિશન શક્તિ પર મચેલા ધમાસાણ વચ્ચે યેચુરીની ફરિયાદ પર ચૂંટણી પંચે માંગી પીએમ મોદીના ભાષણની નકલ

મિશન શક્તિ પર મચેલા ધમાસાણ વચ્ચે યેચુરીની ફરિયાદ પર ચૂંટણી પંચે માંગી પીએમ મોદીના ભાષણની નકલ

0

મિશન શક્તિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશનો મામલો ચૂંટણી પંચ પાસે પહોંચ્યો છે. ઘણી પાર્ટીઓએ આની સામે વાંધો વ્યક્ત કરતા ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે આખરે પીએમ મોદીને આવી ઘોષણા કરવાની મંજૂરી શા માટે આપવામાં આવી? સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યુ છે કે આ ચૂંટણી આચાર સંહીતાનું ઉલ્લંઘન છે. ટીએમસી અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએસપીએ પણ પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંદેશની સામે વાંધો વ્યક્ત કર્યો છે. યેચુરીની ફરિયાદ બાદ ચૂંટણી પંચે સરકાર પાસે પીએમ મોદીના ભાષણની નકલની માગણી કરી છે.

યેચુરીએ પોતાના પત્રમાં લખ્યું છે કે આ પ્રકારના મિશનની જાણકારી સામાન્ય રીતે ડીઆરડીઓ જણાવે છે. પરંતુ આના સંદર્ભે વડાપ્રધાને આને લઈને રાષ્ટ્રના નામ સંબોધન કર્યું. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાન મોદી ખુદ લોકસભામાં ઉમેદવાર છે. તેવામાં ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ તેમણે આની મંજૂરી કેવી રીતે આપી શકાય છે?

યેચુરીએ ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે શું પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંદેશ સંદર્ભે ચૂંટણી પંચને જાણકારી હતી? શું ચૂંટણી પંચે મોદીને રાષ્ટ્રના નામ સંબોધનની મંજૂરી આપી હતી? તેમણે સવાલ કર્યો હતો કે આખો દેશ જાણવા ઈચ્છે છે કે આખરે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીને રાષ્ટ્રના નામે સંબોધનની મંજૂરી કેવી રીતે આપી ?   એ પણ ત્યારે કે જ્યારે લોકસભા ચૂંટણીનું એલાન થઈ ચુક્યું છે અને ચૂંટણી આચાર સંહિતા લાગુ છે.

આરએલએસપીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યુ છે કે મિશન શક્તિની સફળતાનું શ્રેય ડીઆરડીઓમાં વર્ષોથી સતત પરિશ્રમ કરનારા વૈજ્ઞાનિકોને જાય છે. આની ઘોષણા પણ નેતૃત્વ કરી રહેલા વૈજ્ઞાનિકો દ્વારા કરવી જોઈતી હતી. પીએમ મોદી દ્વારા આની ઘોષણા, આચારસંહિતાનું ઉલ્લંઘન અને ભાજપ દ્વારા દેશના મુદ્દાઓને ભટકાવવાનું જ છે.

ટીએમસીના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે મિશન શક્તિ એક રાજકીય ઘોષણા છે. તેઓ આના સંદર્ભે ચૂંટણી પંચને ફરિયાદ કરશે.

tags:

LEAVE YOUR COMMENT