1. Home
  2. Political
  3. હિંદુ ધર્મ વિરુદ્ધ ચાલી રહ્યું છે ષડયંત્ર : મોહન ભાગવત
હિંદુ ધર્મ વિરુદ્ધ ચાલી રહ્યું છે ષડયંત્ર : મોહન ભાગવત

હિંદુ ધર્મ વિરુદ્ધ ચાલી રહ્યું છે ષડયંત્ર : મોહન ભાગવત

0

આરએસએસ ચીફ મોહન ભાગવતે સબરીમાલા મંદિરમાં રજસ્વલા વયમર્યાદામાં આવતી મહિલાઓના પ્રવેશના મામલાનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે હિંદુઓની ભાવનાઓનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી. તેમણે કહ્યુ છે કે કોર્ટે ચુકાદો, તો ફરમાવી દીધો. પરંતુ આનાથી કરોડો હિંદુઓની ભાવનાઓ અને સમ્માનને ઠેસ પહોંચી, આનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી. મોહન ભાગવતે કહ્યુ છે કે મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરવા ઈચ્છતી નથી. પરંતુ શ્રીલંકાથી લાવીને મહિલાઓને પાછલા દરવાજેથી પ્રવેશ કરાવાઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે હિંદુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

ભાગવતે કહ્યુ છે કે કોર્ટે કહ્યું મહિલાઓ જો પ્રવેશ કરવા ચાહે છે, તો તેમને આમ કરવા દેવું જોઈએ. જો કોઈને રોકવામાં આવે છે, તો તેને સુરક્ષા આપીને જ્યાંથી હવે દર્શન કરે છે, ત્યાં લઈ જવી જોઈએ. પરંતુ કોઈ જવા માંગતું નથી, માટે શ્રીલંકાથી લાવીને તેમને પાછલા દરવાજે ઘૂસાડવામાં આવે છે.

ભાગવતે ધર્મસંસદમાં કહ્યુ છે કે ભારત તેરે ટુકડે હોંગે ઈંશાઅલ્લાહ બોલનારા સાથે મળીને આપણા સમાજમાં મહિલા-પુરુષોમાં ભેદભાવની વાત લોકોના દિમાગમાં ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ કપટ છે. રાજકીય વિવાદને કારણે સમાજને તોડીને વોટ કાપનારા લોકો આમ કરી રહ્યા છે.

નામોલ્લેખ કર્યા વગર કેરળની સરકારને આડે હાથ લેતા ભાગવતે કહ્યુ છે કે આ એવું સંગઠન છે કે જે દેશને તોડવાની ઘોષણા કરી રહ્યું છે. બંધારણની અવગણના કરીને એક સંપ્રદાયના પ્રભુત્વની ઘોષણા કરી રહ્યા છે આવા સંગઠન. કેરળના હિંદુ સમાજ આને લઈને પ્રખર આંદોલન કરી રહ્યો છે. પાંચ લોકોનું બલિદાન પણ થયું છે. હિંદુ સમાજને ઠેસ પહોંચાડવા માટે નવી-નવી યોજનાઓ બની રહી છે.

ભાગવતે કહ્યુ છે કે અયપ્પા માત્ર કેરળના હિંદુઓના ભગવાન નથી. ભગવાન અયપ્પા તમામ હિંદુઓના ભગવાન છે. તેમણે કહ્યુ છેકે આ આંદોલનમાં આખો હિંદુ સમાજ સામેલ છે. અયપ્પાના ભક્ત હિંદુ સમાજના તમામ નાગરીકો છે. સંપૂર્ણ દેશમાં આપણે વસ્તુસ્થિતિ દર્શાવીને લોકોને જાગરૂક કરવા પડશે. હિંદુઓની વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યા છે. ક્યાંક-ક્યાંક ષડયંત્ર ચાલી જાય છે. તેનું કારણ આપણી ઉણપો છે. પંથ, ભાષા, જાતપાતના નામ પર કોઈ વ્યક્તિ આપણને અલગ કરી શકે નહીં. સામાજિક સમરસતાનું કામ શરૂ થવું જોઈએ.

LEAVE YOUR COMMENT