in , ,

રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે સીએમ રૂપાણીનું નિરિક્ષણઃ રથયાત્રા પુર્વે કર્યા જગન્નાથજીના દર્શન

આવતીકાલે પરંપરાગત રીતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળવાની છે જેને લઈને તડામાર તૌયારીઓ થઈ ચુકી છે ચારે બાજુ પોલીસ તૌનાત કરી  જનતાની રક્ષા વઘારમાં આવી છે ત્યારે ગુજરાતના સીએમ અમદાવાદની મુલાકાતે આવ્યા છે અને સુરક્ષાને લઈને નાની નાની વાતોનું ઊંડાણ પૂર્વક નિરિક્ષણ કર્યુ હતું. સાથે સાથે તેઓ એ ભગવાન જગન્નાથજીની ભકિતપૂર્વક આરાધના કરી દર્શન કર્યા હતા. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં હર્ષોઉલ્લાસ સાથે આનંદમય માહોલમાં રથયાત્રા નીકળે છે અને ભગવાન સામે ચાલીને ભક્તોના હાલચાલ પૂછવા નગરચર્ચાએ નીકળે છે. ભગવાનની કૃપા ગુજરાત પર વરસી રહે અને વિકાસની હરોળ લાંબી બને તેવી પ્રાર્થના કરી હતી.

જ્યારે બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવતી કાલે સવારે અષાઢી બીજની રથયાત્રામાં મંગળા આરતીનો લ્હાવો લેવા દર વર્ષની જેમ કાલે પણ ઉપસ્થિત રેહશે. અમદાવાદ મહાપાલિકા અને ગુજરાત સરકારે રથયાત્રા સરળતાથી પાર પડે અને ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થાઓ ગોઠવી છે. સીએમ એ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી દર વર્ષે ભગવાનને પ્રસાદ ધરાવાય છે તે જ રીતે આ વખતે પણ તે પરંપરા જાળવી રાખવામાં આવશે.

આવતીકાલે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ગૃહરાજ્ય મંત્રી, મેયર સહિતના અનેક લોકો  હાજર રહ્યા હતા અને દરેક નાગરીકને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી . જ્યારે અષાઢી બીજ કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ છે ત્યારે ગુજરાત અને ગુજરાત બહાર વસતા સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

માથાના દુખાવાથી પિડાવ છો? તો આ ટિપ્સ ધ્યાનમાં રાખો ચોક્કસ થશે ફાયદો

અમદાવાદમાં પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં