in ,

ગુજરાતમાં ચોમાસાની વિદાયઃ આગામી દિવસોમાં પડશે કડકડતી ઠંડી

  • તા. 15મી નવેમ્બરથી ફૂલગુલાબી ઠંડી પડશે
  • હાલ રાજ્ય ઉપરથી વાદળો હટ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં આજથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. આ વર્ષે ચોમાસાની સીઝન 45 દિવસ લાંબી ચાલી છે. ચોમાસાએ વિદાય લેવાની સાથે જ હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. દિવસે ગરમી અને રાત્રેથી ઠંડી પડી રહી છે. હવે ધીરે-ધીરે ઠંડીનો ચમકારો વધશે. તા. 15મી નવેમ્બર પછી કડકડતી ઠંડી પડવાની શકયતા છે.

રાજ્યમાં સરેરાશ 146 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. જેથી ઉનાળામાં નાગરિકો તથા ખેડૂતોને પાણીની તંગીનો સામનો નહિ કરવો પડે. તો બીજી તરફ, સારો વરસાદ છતા ઉત્તર ગુજરાતનાં 15માંથી 8 જળાશય 100 ટકા ભરાયા નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાંથી ચોમાસા ઋતુએ વિદાય લીધી છે. ચોમાસ વિદાય લેતા તાપમાનમાં વધારો થશે. હાલ મહત્તમ તાપમાન વધશે. વાદળો હટી ગયા છે, સૂર્ય દેખાઈ રહ્યો છે. તેથી તાપમાન 35-36 સુધી જઈ શકે છે. હવે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. પરંતુ 15 નવેમ્બર બાદ જ ઠંડીનો અહેસાસ શરૂ થશે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 132ને પાર કરી ગઈ હતી. જેમાં હાલ 98.57 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. હાલ ગુજરાતના 122 ડેમ સંપૂર્ણ રીતે છલકાયેલા છે. જેથી ઉનાળામાં નાગરિકો કે ખેડૂતોને પાણીની સમસ્યા નહિ રહે. તો બીજી તરફ, ગુજરાતમાં જ્યાં સૌથી વધુ પાણીની તંગી રહે છે એ સૌરાષ્ટ્ર પ્રદેશમાં પણ સારુ ચોમાસું ગયું છે. સૌરાષ્ટ્રના 139 ડેમમાં 93 ટકા પાણી આવી ગયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કાશ્મીરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓની ધરપકડ કરી, AK 47 જપ્ત કરાઇ

કાશ્મીરમાં 70 દિવસ બાદ 40 લાખ મોબાઇલ ફોનની ઘંટડીઓ રણકી, પોસ્ટપેઇડ સેવાઓ પૂર્વવત કરાઇ