in ,

વાયુ વાવાઝોડાની ગતિથી તંત્ર ચિંતિતઃ NDRFની વધુ 12 ટીમો બોલાવાઈ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. વાવાઝોડાની ગતિને જોઈને સરકાર પણ ચિંતિત બની છે. જેથી એનડીએસએફની વધુ 12 ટીમોને બોલવવામાં આવી છે. આ ટીમોમાં પ્રભાવિત વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. આમ હવે 48 જેટલી ટીમો તૈનાત કરાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં દરિયાકાંઠા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. લગભગ 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.

હવામાન વિભાગના મતે વાયુ વાવાઝોડું 13મી જૂનના રોજ ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર અને કચ્છ સહિતના ક્ષેત્રમાં પહોંચવાની સંભાવના છે. અહીં અંદાજે 3 લાખ લોકો એ રેસ્ક્યુ માટે એનડીઆરએફ અને સેનાએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેનો લેન્ડફોલ સૌરાષ્ટ્ર તટની નજીક હોવાની અનુમાન છે. હજુ વાવાઝોડું પોતાની હાલની સ્થિતિથી ઉત્તરની તરફ સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવાની વચ્ચે વધી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર કાચા મકાનો અને જર્જરિત બિલ્ડિંગ, અને વીજળી સપ્લાયને અસર થઇ શકે છે. સાથો સાથ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

પવનની ગતિને ધ્યાને રાખીને તંત્ર હરકતમાં આવી ગયું. સરકારે વધુ NDRFની 12 ટીમ બોલાવી. બિહાર-પટનાથી 6, ચેન્નાઈથી 6 ટીમ બોલાવવામાં આવી છે. રાજ્યમાં કુલ 48 NDRFની ટીમ તૈનાત રહેશે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભાવિત થનાર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવાઈ છે. અંદાજે એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે. વાવાઝોડાની અસર પગલે સુસવાટા મારતો પવન ફૂંકાવા લાગ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટમાં ગેરકાયદે બાંધકામ કરનારી શાળાઓ ઉપર મનપાની તવાઈ

ભીમા કોરેગાંવ હિંસાનો મામલો: રાંચીમાં ફાધર સ્ટેનના મકાન પર મહારાષ્ટ્ર પોલીસનો દરોડો