REGIONALTRAVELગુજરાતી

કોરોના મહામારીથી રક્ષણ મેળવવા 80 ટકાથી પણ વધુ ભારતવાસીઓ ઘરમાં જ- સેલ્ફ આઈસોલેશમાં સ્પેન મોખરે- જાપાન સૌથી પાછળ

  • માર્કેટિંગ રિસર્ચ ફર્મ ipsosનો સર્વે
  • 84 ટકા ભારતવાસીો ઘરમાં જ રહે છે
  • કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા ભારતરીયો સજાગ છે
  • સેલ્ફ આઈસોલેશનમાં સ્પેન પ્રથમ સ્થાને
  • જાપાન આ બાબતે સૌથી પાછળ રહ્યું
  • વિશ્વના 14 દેશોના કુલ 28 હજાર લોકો પર થયો આ સર્વે
  • 14 દેશના લોકોએ સેલ્ફ આઈસોલેશને આવકાર્યું છે

સમગ્ર વિશ્વમાં કોરોના નામના વાયરસએ હાહાકાર મચાવ્યો છે,ત્યારે દેશમાં તથા વિશ્વના કેટલાક દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં ઘણા દેશોએ પોતાને આઈસોલેશન હેઠળ રાખીને સુરક્ષિત કર્યા છે, તો તેમાં ભારત દેશની જો વાત કરવામાં આવે તો અંદાજે 84 ટકા ભારતવાસીઓ ઘરમાં જ રહેતા હોવાનું નોંધાયું છે.

સેલ્ફ આઈસોલેશનની બાબતે ભારત બાદ અમેરિકામાં પણ ભારતની જેમ જ 84% લોકો સેલ્ફ આઈસોલેશનમાં રહે છે.આ સર્વે મુજબ 15માંથી 14 દેશના લોકોએ સેલ્ફ આઈસોલેશનો સ્વેચ્છાએ સ્વીકાર કર્યો છે.

તાજેતરમાં જ માર્કેટિંગ રિસર્ચ ફર્મ ipsosએ એક સર્વે હાથ ઘર્યો હતો,આ સર્વેના એહવાલ પ્રમાણે કોરોનાવાઈરસથી બચવા માટે ભારતમાં 84% લોકો ઘરમાં રહીને પોતાને સુરક્ષિત કરાખી રહ્યા છે.જ્યારે સ્પેનમાં સૌથી વધારે એટલે કે 95% લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે,તો આ બન્ને દેશોથી વીપરિત જાપાનમાં જોવા મળ્યું છે.

ટેકનોલોજીની બાબતે સૌથી મોખરે રહેતો દેશ જાપાનમાં સૌથી ઓછા એટલે કે માત્રને માત્ર 15% લોકો જ ઘરમાં રહે છે. આ સર્વે 2જી અપ્રિલથી લઈને 4થી એપ્રિલ સુધી વિશ્વના 14 દેશોના કુલ 28 હજાર જેટલા લોકો પર કરવામાં આવ્યો.આ સર્વે પ્રમાણે દરેક 5 વ્યક્તિઓમાંથી 4 વ્યક્તિ ઘરમાં જ રહે છે.તે સાથે જ સેલ્ફ આઈસોલેશનના વધુ કેસો વિયતનામ, રશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળી રહ્યા છે.

આ રિસર્ચ ફર્મના CEOના કહ્યા મુજબ,વિશ્વના જુદા જુદા દેશોની સરકાર કોરોનાવાઈરસને પહોંચી વળવા માટે અને તેની પર નિયંત્રણ લાવવા માટે ખુબ જ સખ્ત રીતે લોકડાઉનનો અમલ કરાવી રહી છે.ત્યારે ભારત દેશની જો વાત કરવામાં આવે તો મોટા ભાગના ભારતવાસીઓ સરકારના આ ખાસ નિર્ણયને પ્રોત્સાહન આપી રહ્યા છે,સરકારને સહયોગ આપી ને તેો ઘરમાં જ રહી રહ્યા છે. હાલમાં વાઈરસને રોકવા માટે લોકડાઉન જ એક રસ્તો છે,ભારતમાં વસ્તીનું પ્રમાણ જોતા આ માર્ગના માધ્યમથી જ હાલ કોરોના પર કાબુ મેળવી શકાય છે.

(સાહીન)

Related posts
EnglishInternational

Biden’s WH: ‘Foreign policy may be tough for China’

Vinayak Barot New Delhi: With Joe Biden taking oath as the 46th US President on Wednesday, Chinese political experts are apprehensive that the…
EnglishInternational

COVID-19: Biden to withdraw Trump’s travel restrictions

New Delhi: US President-elect Joe Biden, who is scheduled to take oath as the 46th President on January 20, will withdraw the travel…
Nationalગુજરાતી

જાપાનનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, વિશ્વમાં ભારતના પાસપોર્ટનો 85મો ક્રમ

જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં ફરી પ્રથમ ક્રમાંકે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દર વર્ષે પ્રગટ થાય છે જાપાની પાસપોર્ટ સૌથી વધુ 191 દેશોમાં…

Leave a Reply