in ,

સુરતની ખોલવડ ખાડીમાં બાઈક ચાલક તણાયોઃ સ્થાનિકોએ ધારાસભ્યની ઓફિસનો કર્યો ઘેરાવો

  • બ્રિજનું કામ છેલ્લા 1 મહિનાથી બંધ
  • સ્થાનિકોએ બ્રિજનું કામ કરતા અનેક વખત કરી રજૂઆત
  • તંત્રની બેદરકારીથી યુવાન તણાયો હોવાનો આક્ષેપ

સુરતઃ સુરતમાં લસકાણામાં આવેલી ખોલવડ ખાડીમાં બાઈક સવાર યુવાન તણાય ગયો હતો. બ્રિજનું કામ એક મહિનાથી બંધ હોવાથી સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તેમજ છતા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા બાઈક ચાલક તણાયો હોવાના આક્ષેપ સાથે લોકોના ટોળા ધારાસભ્યની ઓફિસ ધસી ગયા હતા અને ઓફિસનો ઘેરાવો કરીને હોબાળો મચાવ્યો હતો. 3 દિવસ અગાઉ પણ ખાડીમાં એક યુવાન તણાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ખોલવડ ખાડી બ્રિજનું કામકાજ બંધ છે. જે અંગે લોકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાને મૌખિક અને લેખિક વારંવાર ફરિયાદ કરી હતી. તેમ છતાં તેમના દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા. જેથી સ્થાનિકો દ્વારા જાતે આ બ્રિજને કામ ચલાઉ તૈયાર કરવામાં આવ્યો હતો. દરમિયાન મુશળધાર વરસાદ પડ્યો હતો જેને કારણે બ્રિજ ધોવાઈ ગયો હતો. જ્યાંથી એક બાઈક ચાલક પસાર થવા ગયો હતો. એકાએક યુવાન બાઈક સાથે ખાડીમાં તણાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. કલાકો સુધી શોધખોળ કરવા છતાં યુવાનનો પત્તો લાગ્યો ન હતો. જેથી સ્થાનિક લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. તેમજ લોકોએ ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાની ઓફિસનો ઘેરાવો કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો.

લોકોએ ધારાસભ્યને બ્રિજની કામગીરી કેમ શરૂ કરવામાં નથી આવી અને યુવાનના મોત પાછળ કોણ જવાબદાર એ અંગેના સવાલો કરી હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ ધારાસભ્ય ધ્વારા પણ સંતોષ કારક જવાબ નહિ મળતા લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. 3 દિવસ પહેલા આ જ ખાડીમાં 3 યુવાનો બાઈક સાથે તણાયા હતા. જો કે સ્થાનિક લોકોએ આ યુવાનને બચાવી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ઈરાકના કરબલામાં મુહર્રમ જુલૂસમાં નાસભાગથી 31ના મોત

અફઘાનિસ્તાન : 9/11 હુમલાની 18મી વરસી, રૉકેટ હુમલાથી ધણધણ્યું કાબુલનું અમેરિકન દૂતાવાસ