in ,

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફીને લઈને વાલીઓનું આંદોલન

  • વિવિધ શાળાઓમાં અપાશે આવેદનપત્ર
  • લોકડાઉનના કારણે વાલીઓ મુકાયાં આર્થિક મુશ્કેલીમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ શાળા-કોલેજો બંધ છે. બીજી તરફ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન પુરુ પાડવામાં આવી રહ્યું છે. જ્યારે લોકડાઉનના કારણે નોકરી-ધંધાને અસર થઈ હોવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા વાલીઓએ હવે સ્કૂલ ફી મામલે આંદોલન શરૂ કર્યું છે. તેમજ સ્કૂલ બંધ તો ફી પણ બંધ અભિયાન શરૂ કરીને શાળાઓમાં આદેશનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વાલી એકતા મંડળ સ્કૂલ ફી ઉઘરાવતી શાળાઓ સામે આંદોલન શરૂ કર્યું છે. તેમજ સાયકલ લઈને વાલીઓ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા શાળામાં આવેદનપત્ર આપવા ગયા હતા. જો કે, સ્કૂલ પર પહેલાથી જ પોલીસ બંદબોસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. તેમજ સ્કૂલો દ્વારા વસુલવામાં આવતી ફીનો વિરોધ કરતા કેટલાક વાલીઓની પોલીસે અટકાયત પણ કરી હતી.

ગુજરાત વાલી એક્તા મંડળના આગેવાનના જણાવ્યા અનુસાર, હાલ શાળાઓ બંધ છે. સંચાલકોને ખર્ચ નથી થઈ રહ્યો, ત્યારે તેનો લાભ શાળા સંચાલકોએ વાલીઓને આપવો જોઈએ. શાળાઓ વાલીઓને હિતમાં વિચારી યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે. જો સંચાલકો ફી ઉઘરાવશે તો વાલીઓના રોષનો સામનો કરવો પડશે. સરકારે ફી માટે શાળાઓને દબાણ ના કરવા કહ્યું છે. પરંતુ નક્કર નિર્ણય જાહેર કર્યો નથી. જેના કારણે કોરોના સંકટ સાથે સાથે વાલીઓએ શાળા સંચાલકો તરફથી પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જમ્મૂ કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, 4.0ની તીવ્રતાનો ભૂકંપ

ટિકટોકના બેન થયા બાદ આ એપ એ મચાવી ધૂમ