in , , ,

ઘોરણ 7ના વિદ્યાર્થીએ ‘મલ્ટીપર્પઝ એગ્રીકલ્ચર મશિન’ નામક કૃતિ રજુ કરી જીલ્લા સ્તરનો ઈન્સપાયર એવોર્ડ મેળવ્યો

તાજેતરમાં વિદ્યાર્થીઓમાં છુપાયેલ અવનવી પ્રતિભાઓને બહાર લાવવા માટે જીલ્લા શિક્ષણ અને તાલિમ ભવન સુરતમાં ઈન્સ્પાયર એવોર્ડ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું,જેમાં સુરત શહેર તેમજ સુરત જીલ્લાના અનેક તાલુકાઓની શાળાઓએ ભાગ લીઘો હતો,જેમાં જુદી જુદી શાળાોની કુલ 76 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્રારા રજુ કરવામાં આવી હતી,આ 76 કૃતિઓમાંથી સુરતના લપાડની પરીયા સ્કુલની મલ્ટીપર્પઝ એગ્રીકલ્ચર મશિન નામની ઘોરણ 7ના વિદ્યાર્થીએ બવાનેલી કૃતિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ કૃતિના નામનો અર્થ થાય છે કે, ખેતી વિષયકના અનેક કાર્યો  એક જ સાઘન વડે થઈ શકે,આ હેતુસર ધોરણ-૭મા અભ્યાસ કરતા સુજલ નરેશભાઈ ગામીતે આ કૃતિને શાનદાર રીતે રજૂ કરીને લોકોનું ઘ્યાન આકર્ષ્યુ હતું,સુજલના ગાઈડ શિક્ષકએ આ કૃતિના ખાસ પયોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

સામાન્ય રીતે આપણે ખેતી લાયકનું કામ કરવા માટે અકેથી વઘુ સાઘનની જરુર પડતી હોય છે,જુદા જુદા કાર્યો માટે જુદા જુદા ઓજાર કે સાઘનોની ખરીદી કરવી પડે છે,ત્યારે આ કુતિ રિમોટ વડે સંચાલીત થતી હોવાથી કી પણ વ્યક્તિ તેનો પયોગ સરળતાથી કરી શકે છે,તે સાથે જ 23 જાન્યુઆરીથી 25  જાન્યુઆરી દરમિયાન મહેસાણા ખાતે યોજવામાં આવનાર રાજ્યકક્ષાના પ્રદર્શનમાં આ કૃતિ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર છે.

(સાહીન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VIRAL VIDEO: રીંછનો શિકાર કરવા માટે વાઘએ આ ચાલ ચલી તો રીંછે કર્યું કાંઇક આવું…

26 જાન્યુઆરીએ રાજકોટમાં 42 હજાર કાગળના ટૂકડા જોડી 10.6 ફૂટના બનાવાયેલા રાષ્ટ્રધ્વજનો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે