in ,

રાજકોટમાં વાહન અથડાવવા મુદ્દે થયેલી તકરારમાં યુવાનની હત્યા

રાજકોટઃ શહેરના 150 ફુટ રિંગરોડ પર વાહન અથડાવા મુદ્દે થયેલી તકરારમાં ચાર શખ્સોએ યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. હત્યારાઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. મૃતક યુવાન પણ અગાઉ હત્યા અને લૂંટના ગુનામાં સંડોવાયેલો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. જો કે, હત્યાનું ચોક્કસ કારણ આરોપી ઝડપાયા બાદ જ જાણી શકાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર જાગરણની રાત્રે દોઢ વાગ્યાના અરસામાં નાણાવટી ચોક પાસે આકાશ ભગવાનજી રાઠોડ નામનો યુવાન ઉભો હતો. ત્યારે રૈયા ગામનો નવાબ નામનો શખ્સ આકાશ પાસે આવ્યો હતો. કોઈ મુદ્દે આકાશ અને નવાબે ઝઘડો કર્યો હતો. દરમિયાન નવાબે તેના 4 ચાર મિત્રને બોલાવ્યા હતા અને બાદમાં નવાબે છરી વડે આકાશને છરીના ઘા ઝીંક્યાં હતા. ત્યારે નવાબ અને તેના સાગરિતો ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે એકઠા થયેલા લોકો આકાશને રીક્ષામાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે આકાશને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ આકાશની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી લેવા તજવીજ આરંભી હતી. અંગત અદાવતમાં આકાશની હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે. મૃતક આગાશ ઉપર પણ અગાઉ હત્યા અને લૂંટના ગુના નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મેદસ્વિતાપણું ગંભીર સમસ્યાઃ વિશ્વમાં 2 અબજ લોકો મોટાપાથી પીડિત

Comeback attempt? Indira’s Belchhi, 1977, inspires Priyanka’s Sonbhadra foray, 2019!