1. Home
  2. Political
  3. ઘણું દુ:ખદ યુપીમાં અત્યાર સુધીના વોટિંગમાં મુસ્લિમ વોટ વિભાજીત થયા, બિહારની જેમ મતદાન થયું નથી: સલમાન ખુર્શિદ
ઘણું દુ:ખદ યુપીમાં અત્યાર સુધીના વોટિંગમાં મુસ્લિમ વોટ વિભાજીત થયા, બિહારની જેમ મતદાન થયું નથી: સલમાન ખુર્શિદ

ઘણું દુ:ખદ યુપીમાં અત્યાર સુધીના વોટિંગમાં મુસ્લિમ વોટ વિભાજીત થયા, બિહારની જેમ મતદાન થયું નથી: સલમાન ખુર્શિદ

0

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ મુસ્લિમ ચહેરામાંથી એક અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શિદે કહ્યુ છે કે ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીને લઈને અત્યાર સુધી થયેલા વોટિંગમાં સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસ વચ્ચેના વોટ વિભાજીત થઈ ગયા છે.

આઈએએનએસને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચાના મુદ્દા બદલી રહ્યા છે, કારણ કે તેઓ જાણ છે કે હારી રહ્યા છે અને હતાશ છે. યુપીના ફર્રુખાબાદથી ચૂંટણી લડી રહેલા ખુર્શિદે કહ્યુ છે કે મુસ્લિમ સમુદાયે આ મોટા રાજ્યમાં રણનીતિ બનાવીને વોટિંગ કર્યું નથી, જેવું કે 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કર્યું હતું અને ઘણાં સ્થાનો પર વોટ વહેંચાયા છે.

ખુર્શિદે કહ્યુ છે કે મુસ્લિમ વોટ વહેંચાયેલા છે. ઘણાં સ્થાનો પર તે કોંગ્રેસને મળ્યા છે. કેટલાક સ્થાનો પર ગઠબંધન અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગયા છે. કેટલાક સ્થાનો પર તે મજબૂતાઈ સાથે ગઠબંધનને મળ્યા છે. પરંતુ મુસ્લિમોએ એવી રીતે વોટિંગ કર્યું નથી કે જેવું તેમણે ગત વખતે બિહારમાં કર્યુ હતું. બિહારમાં રણનીતિ બનાવીને વોટ આપવામાં આવ્યા હતા. ત્યાં ખંડિત મતદાન કરાયું ન હતું. કોંગ્રેસના નેતાનું કહેવું છે કે લઘુમતીઓના વોટ વિભાજીત થવા એક દુખદ મામલો છે.

તેમણે કહ્યુ છે કે મુસ્લિમ મતદાતા ઘણાં સ્થાનો પર અસમંજસ ભરેલી સ્થિતિમાં છે. તે એક ખરાબ વાત છે, કારણ કે આ લોકસભાની ચૂંટણી છે અને તેનું ભવિષ્ય સંપૂર્ણપણે કોંગ્રેસ અથવા રાષ્ટ્રીય પાર્ટીઓની સાથે છે. તેમના વોટ વિભાજીત થવા એખ સારો વિચાર નથી, પરંતુ તમે મતદાતાઓ પર આરોપ લગાવી શકો નહીં. મતદાતા પોતાના સ્થાનિક મુદ્દા અને અન્ય ચીજોને લઈને ચિંતિત છે.

કોંગ્રેસના નેતાએ મોદીના ચૂંટણી પ્રચાર પર કહ્યુ છે કે આ બદલાય રહ્યું છે, કારણ કે તે હતાશ છે. તે જાણે છે કે તે હારી રહ્યો છે અને તે હતાશ છે. તમે તેમના પાછલા ચૂંટણી પ્રચારથી આ ચૂંટણી પ્રચારની સરખામણી કરી શકાય છે. ગત ચૂંટણી પ્રચાર પર તેમનું નિયંત્રણ હતું, પરંતુ આ વખતે તેમનું નિયંત્રણ નથી.

ખુર્શિદે ચૂંટણી દરમિયાનના મુદ્દાઓ પર વાત કરતા કહ્યુ છે કે જ્યાં સુધી અમે અમારી ચૂંટણી લડી રહ્યા છીએ, માત્ર મુખ્ય મુદ્દા જ અમારી સામે આવ્યા છે. બાદના તબક્કાઓમાં મોદી અતિ પર પહોંચી ગયા હતા. એક અથવા બે વસ્તુઓ હોય છે. પરંતુ અમે તેના ઉપર ટકેલા રહ્યા, જે અમે કરી રહ્યા હતા, મને લાગે છે કે અમે પોતાની રણનીતિના હિસાબથી આગળ વધ્યા.

સેમ પિત્રોડા અને મણિશંકર અય્યરના વિવાદાસ્પદ નિવેદન પર તેમણે કહ્યુ હતુ કે મીડિયાએ તેને ઉછાળી દીધા અને પાર્ટીની પાસે સ્ટેન્ડ લેવા સિવાય કોઈ ઉપાય બચ્યો નહીં. સાચું કહું તો આ મુદ્દા નથી. આ એવા મામલા છે કે જે પહેલા થઈ ચુક્યા છે. આ તમામ મુદ્દા પર કોંગ્રેસનો શું પક્ષ છે, એ તમામ જાણે છે.

LEAVE YOUR COMMENT