1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય સંસ્કૃતિની અદભુત અનુભૂતિઃ-બે દિગ્ગજ ઉદ્યોગપતિ – રતન તાતાના ચરણ સ્પર્શ કરીને નારાયણ મૂર્તિએ લીઘા આશીર્વાદ
ભારતીય સંસ્કૃતિની અદભુત અનુભૂતિઃ-બે દિગ્ગજ ઉદ્યોગપતિ – રતન તાતાના ચરણ સ્પર્શ કરીને  નારાયણ મૂર્તિએ લીઘા આશીર્વાદ

ભારતીય સંસ્કૃતિની અદભુત અનુભૂતિઃ-બે દિગ્ગજ ઉદ્યોગપતિ – રતન તાતાના ચરણ સ્પર્શ કરીને નારાયણ મૂર્તિએ લીઘા આશીર્વાદ

0

દેશભરમાં ઉદ્યોક્ષેત્રે રતન તાતા અને નારાયણ મૂર્તિ જેવી મહાન હસ્તીઓના નામથી સૌ કોઈ વાકેફ છે,જો દેશની સૌથી મોટી બે આઈટી કંપનીઓની વાત કરીએ તો તાતાગૃપની ટીસીએસ અને ઈન્ફોસિસનું નામ પ્રથમ સ્થાને આવે છે.આઈટી સેક્ટરમાં ટીસીએસ અને ઈન્ફોસિસ બન્ને સોફ્ટવેર કંપનીઓ એક-એબીજાની હરીફ કંપનીઓ છે.

આ બન્ને કંપનીઓ સાથે સંકળાયેલા બે સોથી મહાન વ્યક્તિ રતન તાતા અને નારાણ મૂર્તિનો એક અદ્રભુત ફોટો સામે આવ્યો છે,આ ફોટોએ સો કોઈને ભાવુક કર્યા છે,જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોના દર્શન થતા જોવા મળ્યા છે.

વાત જાણે એમ છે કે, મંગળવારના જાણીતી હસ્તી એવા ઉદ્યોગપતિ  ઈન્ફોસિસના સ્થાપક 73 વર્ષના નારાયણ મૂર્તિએ ઉદ્યોગપતિ 82 વર્ષિય રતન તાતાને મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ અવોર્ડ’થી સમ્માનિત કર્યા હતા, તે સાથે જ તેમણે રતન તાતાના ચરમ સ્પર્શ કરીને આર્શીવાદ પણ લીઘા હતા અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવી હતી.

આ બન્ને મહાન હસ્તિઓના આ અદભુત ફોટોમાં ભારતની સંસ્કૃતિની એક ઝલક જોવા મળી છે તે સાથે જ આટલી ઊંચાઈએ પહોચ્યા પછી પણ તેમણે જે રીતે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું  જતન કર્યું છે તે ખરેખર તારિફે કાબિલ રહ્યું છે.ભારતીય પરંપરા રહી છે કે, આપણાથી મોટા વડીલ લોકોના આશીર્વાદ લેવા જોઈએ,આ પરંપરાને આજે પણ દેશની આ મહાન હસ્તીઓએ જાળવી રાખી છે.આ ફોટોએ દરેકના દિલ જીત્યા છે.

આ કાર્યક્રમ દરમિયાન  રતન તાતાએ સ્ટાર્ટઅપ કંપનીઓને ચેતવણી આપી હતી,તેમણે કહ્યું કે,”રોકાણકારોના રુપિયાનો ઘૂમાડો કરનાર સ્ટાર્ટઅપ કંપનીઓને બીજી કે ત્રીજી તક નહી સાંપડે”.તાતાએ આ અંગે કહ્યું કે, “અમારા સામે એવી સ્ટાર્ટઅપ કંપનીઓ આવશે અને અમારુ ઘ્યાન દોરશે,પૈસા લગાવશે અને પછી પલાયન થઈ જશે,પરંતુ આ  પ્રકારની કંપનીઓને બીજી કે ત્રીજી તક નહી મળે”

ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં દેશભરમાં અનેક સ્ટાર્ટઅપ કંપનીઓ પર રોકાણકારોને તબાહ કરવાના આરોપ લાગ્યા છે,રોકાણકારોએ પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવાની આશા સાથે કંપનીઓમાં પૈસા લગાવ્યા છે પરંતુ  કંપનીઓ સતત ખોટમાં ચાલી રહી છે,તે સાથે જ તાતાએ પોતે પણ આ પ્રકારની કંનીઓમાં રોકાણ કર્યું છે,ત્યારે આ જ સમય દરમિયાન રતન તાતાનું આ બયાન સામે આવ્યું છે.જે સ્ટાર્ટઅપ કંપનીઓને ચેતવણી આપે છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.