1. Home
  2. Political
  3. નરેન્દ્ર મોદી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની કોશિશ કરી રહ્યા છે : એચ. ડી. દેવેગૌડા
નરેન્દ્ર મોદી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની કોશિશ કરી રહ્યા છે : એચ. ડી. દેવેગૌડા

નરેન્દ્ર મોદી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની કોશિશ કરી રહ્યા છે : એચ. ડી. દેવેગૌડા

0

જનતાદળ સેક્યુલરના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેગૌડાએ આના પર સવાલ પણ ઉઠાવ્યો છે કે બંધારણના અનુચ્છેદ-370ને શા માટે સમાપ્ત કરવી જોઈએ? આ અનુચ્છેદ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે. તેમણે કહ્યુ છે કે આને શા માટે સમાપ્ત કરવી જોઈએ? ત્યાં કલમ-370 તેમણે આપી નથી.

દેવેગૌડાએ કહ્યુ છે કે જ્યારે કાશ્મીર ત્યાંના મહારાજાની સાથે સમજૂતી બાદ ભારતમાં સામેલ થયું હતું, ત્યારે અનુચ્છેદ-370 પર સંમતિ થઈ હતી. દેવેગૌડાએ કહ્યુ છે કે ત્યાં (જમ્મુ-કાશ્મીરમાં) બૌદ્ધ છે, મુસ્લિમ છે, હિંદુ છે, બ્રાહ્મણ છે, પંડિત છે અને ઘણાં સમુદાય છે. તેમણે કહ્યુ છેકે ત્યાંના માહોલનેજોતા એક નિર્ણય પર પહોંચવામાં આવ્યું હતું.

દેવેગૌડા હાસનમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. હાસનથી તેમના પૌત્ર પ્રજ્વલ રેવન્ના લોકસભા ચૂંટણીમાં જેડીએસના ઉમેદવાર છે. તેમણે કહ્યુ છેકે મોદીના વિચાર આ આખા દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો છે. શું હું હિંદુ નથી? શું હું મુસ્લિમ અથવા ખ્રિસ્તી અથવા બૌદ્ધ છું? તેમને દરેક ધર્મ પર ભરોસો છે.

દેવેગૌડાએ તમામ સંપ્રદાયોના સહઅસ્તિત્વવાળી વ્યવસ્થાની તરફેણ કરી અને બંગાળમાં વિભાજન પહેલાના હુલ્લડોથી અસરગ્રસ્ત નોઆખલીમાં શાંતિ લાવવાના મહાત્મા ગાંધીના પ્રયાસોને યાદ કરતા કહ્યુ હતુ કે ગાંધીએ આપણને સ્વતંત્રતા અપાવી, શું આ લોકોએ(ભાજપ) આપણને આઝાદી અપાવી છે? આંબેડકરે આપણને બંધારણ આપ્યું.

દેવેગૌડાએ કહ્યુ છે કે ભાજપના પોતાના વિચાર હોઈ શકે છે. જો હિંદુસ્તાનની 130 કરોડની જનતા તે વિચાર સાથે સંમત છે, તો આ ચૂંટણીમાં તેની પણ પરીક્ષા થઈ જાય. કેન્દ્રીય નાણાં પ્રધાન જેટલીએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ કરવાની તરફદારી કરતા કહ્યુ હતુ કે કલમ-35એ બંધારણીય રીતે નબળી છે અને રાજ્યના આર્થિક વિકાસમાં પણ અડચણરૂપ છે. કલમ-35એ અસ્થાયી નિવાસીઓને જમ્મુ-કાશ્મીરમાં મિલ્કતની ખરીદીથી રોકે છે. જેટલીની આ ટીપ્પણીનો જમ્મુ-કાશ્મીરના ઘણાં નેતાઓએ વિરોધ કર્યો હતો.

tags:

LEAVE YOUR COMMENT