in ,

સરકાર ખેડૂતોને સિંચાઈ માટે આપશે નર્મદાનું પાણીઃ અષાઢી બીજથી પાણી છોડશે

ગાંધીનગરઃ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ મન મુકીને વરસી રહ્યાં છે અને આકાશમાંથી કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. તેમજ ખેડૂતો પણ વાવણીમાં જોતરાયા છે. ત્યારે અષાઢી બીજથી નર્મદાના પાણી કમાન્ડ વિસ્તારોમાં ખેતરો માટે છોડવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. તેમજ અનેક નદીઓ ગાંડીતૂર બની છે. બીજી તરફ સતત વરસાદને કારણે ખેડૂતો પણ વાવેતરમાં જોતરાયા છે. ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાની આશા ખેડૂતો રાખી રહ્યાં છે. ખેડૂતોની સતત ચિંતા કરતી રાજ્યની મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. અષાઢી બીજથી નર્મદા બંધના દરવાજા ખોલી કેનાલમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવશે. નર્મદા પાણીના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેતરો માટે પાણી છોડવામાં આવશે. જેથી ખેડૂતોને પુરતુ પાણી મળી રહે છે. ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના કારણે વાવેતરમાં પણ ગયા વર્ષની સરખામણીમાં વધારો થયો છે. તેમજ ગયા વર્ષે દુષ્કાળનો સામનો કરનારા ખેડૂતોને સિંચાઈ માટે વલખા ના મારવા પડે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. નર્મદા ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પાટણમાં તબીબ પિતા-પુત્રના સેક્સકાંડમાં ચોંકાવનારો ખુલાસોઃ 2400થી વધારે મહિલાઓનો કરાવ્યો ગર્ભપાત

સેનામાં 78,291 પદ ખાલી, 3 વર્ષમાં 2100 અધિકારીઓએ છોડી નોકરી