1. Home
  2. ગુજરાતી
  3. આજે ધનતેરસ પર કરો આ ઉપાયો, તમારા ઘરમાં થશે ધનવર્ષા
આજે ધનતેરસ પર કરો આ ઉપાયો, તમારા ઘરમાં થશે ધનવર્ષા

આજે ધનતેરસ પર કરો આ ઉપાયો, તમારા ઘરમાં થશે ધનવર્ષા

0

આજે ધનતેરસનો પવિત્ર તહેવાર છે. હિંદુ પંચાગ અનુસાર કાર્તિક મહીનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ પર આ તહેવાર ઉજવાય છે. ધનતેરસના બીજા દિવસે નરક ચતુર્દશી અને મોટી દિવાળી ઉજવાશે. ધનતેરસ પર ખાસ કરીને ધનવંતરી અને કુબેરની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. માન્યતા મુજબ ધનતેરસના દિવસે પૂજા કરવાથી તેમજ કેટલીક વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં સુખ, સમૃદ્વિ અને ધન આવે છે. ધનતેરસના દિવસે કરાતા ટોટકાને શુભ મનાય છે.

ધનતેરસ પર આ છ ઉપાયો કરવાથી ધનવર્ષા થાય છે

  • જો કોઇ વ્યક્તિને ધનની ઉણપ હોય તો, ગોમતી ચક્રના ઉપાયથી તે દૂર થાય છે. ધનતેરસ પર પાંચ ગોમતી ચક્ર પર ચંદન લગાવીને લક્ષ્મી પૂજન કરવું અને લક્ષ્મીના મંત્રોનો પણ જાપ કરવું.
  • જો તમે પણ આર્થિક રીતે સંપન્ન થવા ઇચ્છતા હોવ તો ધનતેરસ પર લક્ષ્મી-ગણેશ અને કુબેર પૂજન કર્યા બાદ રાત્રે 21 ચોખાના દાણાને લાલ રંગના કપડામાં લપેટીને ધન રાખનારી જગ્યા પર મુકવું.
  • જો ધન સંબંધી મુશ્કેલીઓ હોય તો ધનતેરસથી ભાઇબીજ સુધી 11 કોડીને લાલ કપડામાં રાખીને શ્રી સૂક્તનો પાઠ કરવો. મુશ્કેલી દૂર થશે.
  • જો ત્વરિત ધન પ્રાપ્તિ માટે ઇચ્છુક હોય તો ધનતેરસની સાંજે 13 દીવા પ્રગટાવવા તેમજ સાથે 13 કોડીને લઇને અડધી રાત્રેના સમયે ઘરના દરેક ખૂણામાં મૂકી દો.
  • જો તમારી પાસે હરહંમેશ ધનની કમી રહેતી હોય તો ધનતેરસથી દિવાળી સુધી મા લક્ષ્મીને લવિંગની એક જોડી ચઢાવો.
  • ધનતેરસના દિવસે વૃક્ષની ડાળીને તોડી ઘરે લાવો જેમાં હંમેશા ચામાચીડીયા રહેતા હોય. તેને ઘરના મુખ્ય રૂમમાં રાખવાથી પૈસાની સાથોસાથ માન-સમ્માનની પ્રાપ્તિ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.