1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: RCEP સમજૂતિ પર નહીં કરે હસ્તાક્ષર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: RCEP સમજૂતિ પર નહીં કરે હસ્તાક્ષર

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: RCEP સમજૂતિ પર નહીં કરે હસ્તાક્ષર

0
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં થાઇલેન્ડના પ્રવાસે
  • કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
  • સરકાર RCEP સમજૂતિ પર નહીં કરે હસ્તાક્ષર

દેશના ખેડૂતો-પશુપાલકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારત એશિયાના સૌથી મોટા મુક્ત વેપાર ક્ષેત્ર પર હસ્તાક્ષર નહીં કરે. ભારત પોતાના હિત સાથે કોઇપણ સમજૂતિ કરવા માટે તૈયાર નથી. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત આ રાષ્ટ્રોના નેતા થાઇલેન્ડમાં આયોજીત આસિયાન સંમેલન, પૂર્વ એશિયા શિખર સંમેલન અને RCEP વ્યાપાર મુદ્દે હાજર છે.

જણાવી દઇએ કે RCEP ને લઇને છેલ્લા કેટલાક વર્ષથી વાતચીત ચાલી રહી છે. પરંતુ કેટલીક વસ્તુઓના સંબંધિત ભારતીય માગોને ધ્યાનમાં રાખતા RCEP સમજૂતિને અંતિમ ઓપ આપવામાં રાહ જોવી પડી હતી.

શું છે RCEP?
RCEP (રિજયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટરનશીપ) દેશોનો એક સમૂહ છે. આ સમૂહમાં બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપુર, વિયેટનામ, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશોના સભ્યોનો સમાવેશ થાય છે. આ બધા વચ્ચે મુક્ત વ્યાપાર કરાર થઇ રહ્યો છે. ત્યારબાદ આ દેશો વચ્ચે આયાત જકાત વગર વેપાર થઇ શકશે.

જો RCEP કરારનું અમલીકરણ થાય તો તેનાથી પશુપાલકોને ફટકો લાગી શકે છે. તેનાથી દૂધ-દૂધની બનાવટો સહિતની વસ્તુઓ અને મુક્ત વ્યાપાર હેઠળ વેચાણ માટે મુકાય. આ નિયમમાંથી પશુપાલકોના હિત માટે દૂધ-દૂધની બનાવટોને બાકાત રખાય તે જરૂરી છે. તેથી તેને બાકાત રાખવા રજૂઆત કરાઇ છે. RCEP કરારથી આયાત ડ્યુટી નાબૂદ થશે.

ભારતમાં ડેરી એ આજીવીકાનું પણ સાધન હોવાથી આ સમજૂતિથી આ ઉદ્યોગને મોટો ફટકો પડે તેવી સંભાવના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.