1. Home
  2. ગુજરાતી
  3. જમ્મૂ-કાશ્મીર પર ચીનનો પાકને ઝટકો, કહ્યું – દ્વિપક્ષીય મતભેદો પર ના થાય વિવાદ
જમ્મૂ-કાશ્મીર પર ચીનનો પાકને ઝટકો, કહ્યું – દ્વિપક્ષીય મતભેદો પર ના થાય વિવાદ

જમ્મૂ-કાશ્મીર પર ચીનનો પાકને ઝટકો, કહ્યું – દ્વિપક્ષીય મતભેદો પર ના થાય વિવાદ

0

કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીન એ શાંતિની અપીલ કરી છે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું હતું કે કોઇપણ દ્વિપક્ષીય મતભેદ વિવાદનું કારણ ના બને તે જરૂરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ પર તેની નજર છે. તે ઉપરાંત ચીન એ ભારત તરફથી આ મુદ્દે સકારાત્મક પગલા લેવાય તેવી આશા વ્યક્ત કરી છે.

ચીનના આ નિવેદનથી પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. કાશ્મીરને લઇને હાલમાં જ પાકના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ચીનના પ્રવાસે હતા. હકીકતમાં કાશ્મીરથી કલમ 370 હટ્યા બાદ ચીન કોઇ ભારત વિરોધી નિવેદન આપે કે દખલ કરે તેવી પાકિસ્તાનને ચીન પાસેથી આશા હતી, પરંતુ ચીન એ આ મામલાને શાંતિથી ઉકેલવાની અપીલ કરીને દૂરી બનાવી રાખવાની કોશિશ કરી હતી.

વિદેશ પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રી એસ.જયશંકર એ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વાંગ કિશાન સાથે પણ બેઠક કરી હતી. ત્યારબાદ બન્ને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તર પર ચર્ચા વિચારણા થઇ હતી. આ મુલાકાત દરમિયાન વાંગ યી એ ભારત-ચીનનું ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતામાં યોગદાન અંગે વાત કરી હતી.

વાંગ એ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર અમારી નજર છે. અમને આશા છે કે ભારત શાંતિ અને સ્થિરતાને ધ્યાનમાં રાખીને સકારાત્મક પગલાં લેશે. જમ્મૂ કાશ્મીર પર નિર્ણય બાદ કોઇ કેબિનેટ મંત્રીનો આ પહેલો ચીન પ્રવાસ છે.

ચીનના વિદેશ મંત્રીએ દ્વિપક્ષીય વ્યાપાર અંગે કહ્યું હતું કે અમે વ્યાપારિક અસંતુલનને લઇને ભારતની ચિંતા સમજીએ છીએ. અમે ભારતને નિકાસને લઇને સુવિધાઓ આપવા માટે તૈયાર છીએ. તે સાથે જ અમે રોકાણ, ઔદ્યોગિક ઉત્પાદન, પ્રવાસન, સીમા વ્યાપાર અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ માટે તત્પર છીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.