1. Home
  2. ગુજરાતી
  3. કલમ 370: પૂર્વ પાકિસ્તાની રાજદૂત અબ્દુલ બાસિતની ભારત વિરુદ્વ યુદ્વની ધમકી
કલમ 370: પૂર્વ પાકિસ્તાની રાજદૂત અબ્દુલ બાસિતની ભારત વિરુદ્વ યુદ્વની ધમકી

કલમ 370: પૂર્વ પાકિસ્તાની રાજદૂત અબ્દુલ બાસિતની ભારત વિરુદ્વ યુદ્વની ધમકી

0

કલમ 370 મામલે દુનિયાભરમાંથી ટીકાનું ભોગ બનનાર પાકિસ્તાનનો આક્રોશ દિનપ્રતિદીન વધી રહ્યો છે. પાકિસ્તાનના નેતાઓ સતત વિવાદિત નિવેદનો આપીને મુદ્દાને વધુ ચગાવવા માટે કોશિશ કરી રહ્યા છે. હવે ભારત ખાતેના પાકિસ્તાની રાજદૂત રહેલા અબ્દુલ બાસિત એ ભારત વિરુદ્વ યુદ્વની ધમકી આપી છે. બાસિત એ કહ્યું હતું કે ભારત હદ પાર કરે તો તેના વિરુદ્વ યુદ્વ કરવું જોઇએ.

અબ્દુલ બાસિત એ કહ્યું હતું કે કાશ્મીરમાં સંઘર્ષના ચાર મોરચા છે, પહેલો, નેશનલ કોન્ફરન્સની સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડત, બીજો, પાકિસ્તાન એ આત્મનિર્ણય સાતે કૂટનીતિક પ્રયાસ જારી રાખવા જોઇએ, પાકિસ્તાની અને કાશ્મીરી પ્રવાસી આ સંબંધમાં કામ કરતા રહે અને અંતે પાકિસ્તાન કાશ્મીરમાં ચાલી રહેલી રાજકીય લડાઇને વધુ મજબૂત બનાવે. જો ભારત તેની હદ પાર કરે તો તેના વિરુદ્વ યુદ્વ કરવું જોઇએ.

બાસિતના નાપાક ઇરાદાઓ અહીંયા પૂર્ણ નથી થયા, ભારત વિરુદ્વ યુદ્વના નિવેદન ઉપરાંત તેમણે જમ્મૂ કાશ્મીર મામલે વિદેશ મંત્રાલય પાસે અલગ સેલ બનાવવાની માંગ કરી હતી અને તેનું નેતૃત્વ વિશેષ રાજદૂત કરે તેવી અપીલ પણ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યોગ્ય અને પ્રભાવી કૂટનીતિ માટે યોગ્ય સંગઠનાત્મક સંરચના જરૂરી છે. કાશ્મીર પર પાકિસ્તાન એ તેની જૂની નીતિઓને બદલવી પડશે.

પાકિસ્તાનીઓ UN બહાર પ્રદર્શન કરે: પાકિસ્તાની વિદેશ મંત્રી
અમેરિકા, રશિયા અને સંયુક્ત રાષ્ટ્ર કલમ 370 પરના નિર્ણયને ભારતનો આંતરિક મામલો ગણાવી ચૂક્યા છે. રોષે ભરાયેલા પાકિસ્તાન ને વિદેશમાં રહેતા તેના નાગરિકો અને કાશ્મીરીઓને આ મુદ્દો ચગાવવા કહ્યું છે. કેટલીક લાપરવાહીને કારણે પાકિસ્તાન દાયકાઓ પાછળ ધકેલાયું છે તેવું પાકિસ્તાન વિદેશ મંત્રીએ કહ્યું હતું. હવે કાશ્મીરીઓની ઇચ્છા અંગે દુનિયા અવગત થાય તે આવશ્યક છે. જ્યારે મોદી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં જશે ત્યારે કાશ્મીરીઓ અને પાકિસ્તાનીઓએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય બહાર પ્રદર્શન કરવું પડશે, અવાજ ઉઠાવવો પડશે.

જણાવી દઇએ કે પાકિસ્તાની નેતાઓ ઉપરાંત સરકાર પણ વારંવાર મુદ્દાને ચગાવવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાન સતત ભારત વિરોધી ગતિવિધિઓને તેજ બનાવી રહ્યું છે. સૂત્રોનુસાર ભારતીય સીમા પાસેની સૈન્ય ચોકીઓ પાસેથી જે પણ શસ્ત્ર સરંજામ મળ્યા છે તે સંભવત: યુદ્વ માટેના લડાકુ વિમાનના છે. એ વાતની પૂરી આશંકા છે કે પાકિસ્તાનને સ્કર્દૂ એર ફિલ્ડમાં તેના F-17 લડાકુ વિમાનને તૈનાત કર્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.