revoinews

યૌન શોષણ-બાળ અપરાધોના કેસની સુનાવણી માટે દેશભરમાં 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે

દેશમાં વારંવાર બનતી યૌન શોષણની ઘટનાઓમાં જલ્દી સુનાવણી માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દેશભરમાં 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ ખોલવાની મંજૂરી આપી છે. આગામી વર્ષ સુધી દેશના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારની કોર્ટ કાર્યરત થઇ જશે. આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ખાસ કરીને મહિલાના યૌન શોષણ તેમજ બાળ અપરાધોથી જોડાયેલા પૉક્સો એક્ટના મામલાઓની સુનાવણી હાથ ધરાશે. પ્રવર્તમાન સમયમાં દેશમાં કુલ 664 ફાસ્ટ ટ્રેક કોર્ટ કાર્યરત છે.

આ પ્રકારની વિશેષ કોર્ટના નિર્માણકાર્ય પાછળ રૂ.700 કરોડનો ખર્ચ કરાશે તેવું મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનુક્રમે 474 કરોડ અને 226 કરોડ આપશે. દરેક ફાસ્ટ ટ્રેક કોર્ટને સંચાલિત કરવા માટે વાર્ષિક રૂ.75 લાખનો ખર્ચ થશે. ગૃહ મંત્રાલય તેને સ્થાપિત કરશે જ્યારે કાયદા મંત્રાલય દરેક ત્રિમાસિક ગાળામાં કેસની સુનાવણી અંગેનો રિપોર્ટ તૈયાર કરશે.

18 રાજ્યોમાં બનશે વિશેષ અદાલત
પ્રસ્તાવ અનુસાર પૉક્સો એક્ટ હેઠળ 18 રાજ્યોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટનું નિર્માણ થશે. જેમાં મહારાષ્ટ્ર, ત્રિપુરા, પશ્વિમ બંગાળ, મેઘાલય, ઝારખંડ, આંધ્રપ્રદેશ, બિહાર, મણિપુર, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક, મિઝોરમ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, તમિલનાડુ, અસમ અને હરિયાણા સામેલ છે.

પૉક્સો એક્ટ, 2012 સંશોધનને મંજૂરી
નાણાં મંત્રાલયની નાણાકીય સમિતિ દ્વારા નવી અદાલત અંગેના પ્રસ્તાવને સ્વીકૃતિ મળવાની બાકી છે. અગાઉ કેન્દ્રિય કેબિનેટે બુધવારે પૉક્સો એક્ટ 2012 સંશોધનને લીલી ઝંડી આપી હતી. જેમાં બાળ અપરાધના દોષિતોને મોતની સજા અને અન્ય આકરી સજાની જોગવાઇ છે.

2016 સુધી દેશભરમાં દુષ્કર્મના 1 લાખ 33 હજાર કેસની સુનાવણી બાકી હતી
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ અનુસાર ડિસેમ્બર 2016 સુધી દેશભરની અદાલતોમાં દુષ્કર્મના 1 લાખ 33 હજાર અને પૉક્સો એક્ટના 90 હજાર 205 મામલાઓની સુનાવણી બાકી હતી. ટ્રાઇલ માટે આવેલા મામલામાં દુષ્કર્મના 25.5 ટકા તેમજ પૉક્સોના 29.6 ટકા કેસમાં સજા કરાઇ હતી.

Related posts
revoinews

उत्तर प्रदेश : इस बार परीक्षा दिए बिना ही पास होंगे राज्य विश्वविद्यालयों के छात्र

लखनऊ, 16 मई। उत्तर प्रदेश के राज्य विश्वविद्यालयों में शैक्षणिक सत्र 2020-21 में अध्ययनरत लाखों छात्रों को बिना मुख्य व सेमेस्टर परीक्षा के…
revoinews

પશ્ચિમી દરિયાકાંઠે આવતુ તૌકાતે વાવાઝોડુ, હવાઈમથકોએ તમામ તકેદારીના પગલા લીધા

અમદાવાદ: ભારતમાં પશ્ચિમી દરિયાકાંઠે આવી રહેલા તૌકાતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, આ વિષય સંદર્ભે બહાર પાડવામાં આવેલા ટેકનિકલ પરિપત્ર અનુસાર, ભારતીય હવાઇમથક સત્તામંડળ ખાતે…
revoinews

सपा सांसद आजम खान की हालत स्थिर, लखनऊ मेदांता के निदेशक बोले - अगले 72 घंटे बेहद अहम

लखनऊ, 12 मई। कोरोना संक्रमण से पीड़ित समाजवादी पार्टी के कद्दावर नेता और रामपुर के सांसद आजम खान की हालत गंभीर, लेकिन स्थिर…

Leave a Reply