in ,

આંધ્રપ્રદેશ: વિજયવાડામાં 1088 એમ્બ્યુલન્સ લૉન્ચ કરાઇ, દરેક એમ્બ્યુલન્સ મેડિકલ સુવિધાથી છે સજ્જ

  • આંધ્રપ્રદેશમાં સ્વાસ્થ્ય અંગે મોટી પહેલ રજૂ કરાઇ
  • આંધ્રપ્રદેશમાં 1088 એમ્બ્યુલન્સ લૉન્ચ કરવામાં આવી
  • દરેક એમ્બ્યુલન્સ તમામ મેડિકલ સુવિધાથી છે સજ્જ

આંધ્રપ્રદેશમાં સ્વાસ્થ્ય અંગે મોટી પહેલ કરાઇ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ વિજયવાડામાં 1088 એમ્બ્યુલન્સ લૉન્ચ કરી છે. જેના દ્વારા રાજ્યના દરેક ભાગ સુધી હેલ્થ ઇમરજન્સી સર્વિસ પહોંચી શકશે. બેન્ઝ સર્કલથી રાઘવૈયા પાર્ક સુધી એમ્બ્યુલન્સ પાર્ક કરાઇ છે. મુખ્યમંત્રી તેને લીલી ઝંડી બતાવશે. ત્યારબાદ એમ્બ્યુલન્સ નક્કી કરાયેલા જીલ્લા અને મંડળો માટે રવાના થશે.

આ એમ્બ્યુલન્સ નેશનલ ઇમરજન્સી સર્વિસ 108 અને રાજ્ય હેલ્થ સર્વિસ 104 નંબર વાળી છે.

બેન્જ સર્કલથી રાઘવૈયા પાર્ક વચ્ચે 1088 એમ્બ્યુલન્સ પાર્ક કરવા માટે ચાર લાઇન બનાવાઇ છે. દરેક એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર ઉપસ્થિત છે. મુખ્યમંત્રી લીલી ઝંડી દેખાડશે અને ત્યારબાદ તે રવાના થશે.

દરેક એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ
આ એમ્બ્યુલન્સ YSR આરોગ્યશ્રી કાર્યક્રમ હેઠળ લોન્ચ કરાઈ રહી છે. પ્રોગ્રામના CEO ડોક્ટર મલ્લિકાર્જુનના જણાવ્યા પ્રમાણે, 108 નંબર વાળી 412 અને 104 નંબર વાળી 282 એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. આ ઉપરાંત 26 નિયો નેટલ કેર એમ્બ્યુલન્સ(નવજાત બાળકોની સારવાર માટે) પણ છે. 

આ સુવિધાઓ પણ હશે 
રાજ્યમાં કુલ 13 જિલ્લા છે.દરેક મંડળને એક એમ્બ્યુલન્સ મળશે. દરેક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલેન્ડર, મિની વેન્ટીલેટર, ઈન્ફ્યૂઝન પમ્પ, સિરિંજ પમ્પ અને મોર્ડન સ્ટ્રેચર છે. ઈમરજન્સીમાં અહીંયા મેટરનિટી સુવિધા પણ મળશે. એટલે કે પ્રેગનેન્ટ મહિલાઓની ડિલેવરી કરાવી શકાશે. 

નોંધનીય છે કે શહેરી વિસ્તારમાં ઇમરજન્સી કોલ મળ્યાના માત્ર 15 મિનિટમાં આ એમ્બ્યુલન્સ પહોંચી જશે. ગ્રામીણ વિસ્તારમાં પહોંચતા 20 મિનિટનો સમય લેશે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ અજાણ ભાવે દાદાના મૃતદેહ પર બેસી રહ્યો પૌત્ર

ઇરાન: તહેરાનમાં ભીષણ વિસ્ફોટ, 19નાં મોત, અન્ય કેટલાક ઇજાગ્રસ્ત