in ,

જુઓ વીડિયો: આકાશ વિજયવર્ગીયે ખલનાયક હું મે સોંગ પર કર્યો ડાન્સ

ભાજપના સાંસદ અને કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આકાશ વિજયવર્ગીયા આ વીડિયોમાં ખલનાયક ફિલ્મના ટાઇટલ સોંગ નાયક નહીં, ખલનાયક હૂં મે ગીત પર ડાન્સ કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો હતો.

આ વીડિયો મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર ઇન્દોરમાં બ્રિલિયંટ કન્વેંશન સેન્ટર પર આયોજિત એક કાર્યક્રમનો છે. આ પાર્ટીમાં વિજયવર્ગીયે ગરીબ બાળકોને નિ:શુલ્ક કૉપિયો વેંચી હતી અને તેઓ સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન આકાશે તેઓ માટે ગીત પણ ગાયું હતું. ત્યારબાદ વિજયવર્ગીએ લોકોની માંગ પર ડાન્સ કર્યો હતો.

જણાવી દઇએ કે આકાશ વિજયવર્ગીય બે મહિના પહેલા ઇન્દોર નગર નિગમના એક એન્જિનિયરને ક્રિકેટ બેટથી માર માર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ આકાશને જેલની હવા ખાવી પડી હતી અને ભોપાલની વિશેષ અદાલતે કેટલાક દિવસ બાદ તેને જામીન પર છોડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રેલવેમાં ખતમ થશે ‘વેટિંગ’નો ઈંતઝારઃહવે તમારી ડિમાન્ડ પર ચાલશે ટ્રેન

પરિવાર સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કેદારનાથ ધામ ખાતે કરી પૂજા-અર્ચના